prasad yojana

અંબાજી મંદિરને ISO સર્ટિફિકેટ બાદ હવે કેન્દ્ર સરકારે પ્રસાદ યોજનામાં સમાવ્યું

દેશના યાત્રાઘામોમાં પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉભી કરવા અને સ્થાનિક રોજગારીને ઉત્તેજન આપવા ઉપરાંત સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ યોજના અમલી બનાવવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ યૈત્રાધામ અંબાજી મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Aug 1, 2020, 05:02 PM IST

કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજનામાં ગુજરતના પ્રખ્યાત મંદિર સોમનાથનો સમાવેશ

 કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના, આઇકોનીક પ્લેસ, અને સ્વદેશ દર્શનમાં સોમનાથ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી ત્રણ યોજનાઓ અંતર્ગત 280 કરોડથી વધુના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. હાલ યાત્રી સુવિધાને લઈ વિશાળ અદ્યતન પાર્કિંગ, યાત્રી સુવિધા કેન્દ્ર, સોમનાથ સમુદ્ર કિનારે સુંદર વોક વે અને ધન કચરાના નિકાલને ચાર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સોમનાથમાં પીલીગ્રામ પ્લાઝા અને દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ એક જ સ્થળે દર્શાવતું લિટલ ઇન્ડિયાનું નિર્માણ થશે.

Sep 1, 2019, 07:58 PM IST