કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજનામાં ગુજરતના પ્રખ્યાત મંદિર સોમનાથનો સમાવેશ

 કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના, આઇકોનીક પ્લેસ, અને સ્વદેશ દર્શનમાં સોમનાથ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી ત્રણ યોજનાઓ અંતર્ગત 280 કરોડથી વધુના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. હાલ યાત્રી સુવિધાને લઈ વિશાળ અદ્યતન પાર્કિંગ, યાત્રી સુવિધા કેન્દ્ર, સોમનાથ સમુદ્ર કિનારે સુંદર વોક વે અને ધન કચરાના નિકાલને ચાર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સોમનાથમાં પીલીગ્રામ પ્લાઝા અને દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ એક જ સ્થળે દર્શાવતું લિટલ ઇન્ડિયાનું નિર્માણ થશે.

Updated By: Sep 1, 2019, 07:58 PM IST
કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજનામાં ગુજરતના પ્રખ્યાત મંદિર સોમનાથનો સમાવેશ

હેમલ ભટ્ટ/સોમનાથ: કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના, આઇકોનીક પ્લેસ, અને સ્વદેશ દર્શનમાં સોમનાથ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી ત્રણ યોજનાઓ અંતર્ગત 280 કરોડથી વધુના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. હાલ યાત્રી સુવિધાને લઈ વિશાળ અદ્યતન પાર્કિંગ, યાત્રી સુવિધા કેન્દ્ર, સોમનાથ સમુદ્ર કિનારે સુંદર વોક વે અને ધન કચરાના નિકાલને ચાર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સોમનાથમાં પીલીગ્રામ પ્લાઝા અને દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ એક જ સ્થળે દર્શાવતું લિટલ ઇન્ડિયાનું નિર્માણ થશે.

કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત સોમનાથ તીર્થની કાયાપલટ થવા જઈ રહી છે જે અંગેની માહિતી આપતા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણચંદ્ર લહેરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના 2015 શરૂમાં થઈ ત્યારે પ્રથમ દ્વારકાને પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથની પસંદગી થઈ એટલે પ્રસાદ યોજનામાં ગુજરાતમાંથી બે તીર્થસ્થાનની પસંદગી થઈ છે.

ઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા

દ્વારકામાં એમની રીતે કામગીરી થઇ આપણે અહીંયા પાર્કિંગ યાત્રિકોની સુવિધાનું કેન્દ્ર અને અહીંયા દરિયાકાંઠે એક સુંદર મજાના વોક વેનું નિર્માણ કરી રહ્યા છીએ તેમજ ઘન કચરાના નિકાલ સહિત એમ કુલ ચાર પ્રોજેક્ટો આપણે કર્યા કે, જેમાં લગભગ 85 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું છે. 

બીજી યોજના આખા દેશમાં 17 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા કે જેને આઈકોનિક સ્ટેટસ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી 2 સ્થળ પસંદ કરવામાં આવ્યા છે જેમાં એક પ્રાચીન સભ્યતા ધરાવતું ધોળાવીરા અને ખૂબ લાંબો ઈતિહાસ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે આઇકોનીક પ્લેસ યોજના હેઠળ પણ સો કરોડ રૂપિયાનું બજેટ છે.

અક્ષય કુમારનો આ જબરો ફેન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ

આ ઉપરાંત ત્રીજી યોજના ગત વર્ષે સ્વદેશ દર્શનની કરવામાં આવી જેમાં વિવિધ ટુરિસ્ટ સર્કિટ કરવામાં આવી એટલે શિવની અને બુદ્ધની અને કૃષ્ણની ત્રણેય સર્કિટમાં સોમનાથ મહાદેવ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં પણ જે સર્કિટમાં જગ્યાની પસંદગી થઇ હોય તેમાં સો કરોડના બજેટમાં પ્રોજેક્ટ તો આપવાના છે. આપણે આ સ્વદેશ દર્શન અને આઇકોનીક સ્ટેટસ માટેના પ્રોજેક્ટ ટુરિઝમ વિભાગના કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર થઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે પીલગ્રીમ પ્લાઝા અને ભારતના તમામ રાજ્યોની સંસ્કૃતિને એક જગ્યાએ સોમનાથમાં લિટલ ઇન્ડિયામાં દર્શાવી શકાયએ રીતે વ્યવસ્થા પણ આપણે વિચારી રહ્યા છે.

જુઓ Live TV:-