Rainy conditions News

તૈયાર રહેજો! આ વિસ્તારોમાં આવી રહી છે મેઘરાજાની શાનદાર સવારી! શરૂ થશે ચોથો રાઉન્ડ
Ambalal Patel Prediction: ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા નહીવત છે. કારણ કે, હાલ કોઈ પણ સિસ્ટમ સક્રિય ના હોવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દિવસોમાં માત્ર દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. પરંતું રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પરંતુ ગુજરાત માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. થોડા સમયનાં વિરામ બાદ આવતીકાલથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 13 ઓગસ્ટ સુધી રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. તેમજ જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાશે. 
Aug 8,2023, 16:49 PM IST
જન્માષ્ટમીએ કાળીયા ઠાકરનો જળાભિષેક કરવા રૂઠેલા મેઘરાજાની પધરામણી, ગુજરાતમાં શ્રીકાર
ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ ડરાવી રહ્યો છે. વરસાદ નહી થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. સરકાર પણ દુષ્કાળની સ્થિતિની તૈયારીઓ પણ સરકારે શરૂ કરી દેવામાં આવી હતી. મોટા ભાગના શહેરોમાં ગરમી બેકાબુ બની હતી. જો કે હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરમાં પ્રથમ અઠવાડીયા દરમિયાન વરસાદી ઝાપટાથી માંડીને 1થી 3  ઇંચ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસમાં પંચમહાલ, ખેડા, વડોદરા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, નર્મદા અને ભરૂચમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 
Aug 30,2021, 18:25 PM IST

Trending news