Short term course News

GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) એ કંપનીઓની જરૂરીયાત આધારે વિશેષ પ્રમાણપત્ર અભ્યાસક્રમો (Certificate course) માટે એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુ સાથે સપ્ટેમ્બર-2019ના મહિનામાં નિરંતર શિક્ષણ કેન્દ્ર ( સેન્ટર ફોર કન્ટીન્યુઈન્ગ એજ્યુકેશન) સ્થાપ્યું હતું. આ સેન્ટર અંતર્ગત કોઈપણ કોલેજ અથવા સંસ્થા ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સિસ પ્રપોઝ કરી શકે છે. સેન્ટરની એડવાઇઝરી કમિટિ દ્વારા પ્રપોઝલની સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જેમ કે, કોર્સનો અભ્યાસક્રમ, રીસોર્સ પર્સન, પ્રેક્ટિકલ માટે લેબોરેટરીની વ્યવસ્થા, કોર્સ પૂરો કર્યા પછી નોકરી માટેની તકો વગેરે બાબતો પર ધ્યાન રાખવામાં આવે છે.
Dec 12,2019, 11:03 AM IST

Trending news