Showing the moon in the palm News

હથેળીમાં ચાંદ બતાવી લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓ બાળકોની સુરક્ષા મુદ્દે ઉદાસીન
કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ હવે જ્યારે ફરી એકવાર શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે, એવામાં રાજ્યના જુદા જુદા ભાગોના બનેલા આગના બનાવોને કારણે શાળાઓમાં આગ લાગે ત્યારે જરૂરી ફાયરની સુવિધાઓ તેમજ ફાયર NOC શાળાઓ પાસે છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આગ લાગે ત્યારે કૂવો શોધવાની કેટલાકને આદત હોય છે, તે મુજબ દર વખતે રાજ્યના કોઈ ભાગમાં આગનો બનાવ બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવતું હોય છે. તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવતો હોય છે. ભૂતકાળમાં સુરતના ટ્યુશનમાં આગ લાગવાને કારણે કેટલાક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે સમયના અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન - કલાસીસ તેમજ શાળાઓમાં ફાયરની સુવિધા તેમજ NOC છે કે નહીં તે અંગે તપાસનો અહેવાલ તૈયાર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ અપાયો હતો. પરંતુ કેટલી શાળાઓ અપાશે ફાયરની સુવિધા કે NOC નથી એનો જવાબ આપવાનું તંત્ર હમેશા ટાળતું રહ્યું હતું. 
Nov 7,2020, 18:11 PM IST

Trending news