Which News

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર ખતરો!
સાયબર સિક્યોરિટી ફર્મ Which? દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કે, સમગ્ર વિશ્વનાં 1 અબજથી પણ વધારે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં ખામી છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. જેના કારણે તેને હેક કરવામાં આવી શકે છે. આ સાયબર સિક્યોરિટી વોચ ડોગે કહ્યું કે, 2012 અથવા તેની પહેલા લોન્ચ કરવામાં આવેલા એન્ડ્રોયડ સ્માર્ટપોન યુઝર્સ માટે આ વધારે ગંભીર સમસ્યા છે. અત્યાર સુધી ગુગલે આ અહેવાલ અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. આ સિક્યોરિટી વોચ ડોગે ગુગલ સહિત એન્ડ્રોયડ સ્માર્ટફોન કંપનીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ એજન્સીનું કહેવું છે કે, મોબાઇલ કંપનીઓને સોફ્ટવેર અપડેટ મુદ્દે યુઝર્સની સાથે ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે.
Mar 6,2020, 22:02 PM IST

Trending news