સોશિયલ ડિસ્ટન્સનો અભાવ News

અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહે
અમદાવાદમાં કોરોનાના કેસમાં રોજેરોજ બ્લાસ્ટ થતા રહે છે. ત્યારે વસ્ત્રાપુર સ્થિત ગ્વાલિયા સ્વીટ માર્ટ (gwalia sweets) કોરોનાને પગલે બંધ કરવામાં આવ્યું. ગ્વાલિયા સ્વીટ સ્ટોરના એક કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગ્વાલિયા સ્વીટમાર્ટ બંધ કરવામાં આવ્યું છે. હાલ ઓગસ્ટ મહિનો હોઈ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે. ત્યારે હાલમાં જ રક્ષાબંધન અને સાતમ-આઠમનો તહેવાર હતો. જેને પગલે દુકાન પર અનેક લોકો મીઠાઈ ખરીદવા આવ્યા હતા. જેને પગલે એક કર્મચારી કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવ્યો છે. હાલ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. તો સાથે જ ગ્વાલિયા સ્વીટને ક્વોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે.
Aug 13,2020, 16:25 PM IST
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતી અમદાવાદની 4 ફેમસ રેસ્ટોરન્ટ્સ સીલ કરાઈ
લોકડાઉન ખૂલતા જ અમદાવાદ ફરીથી ધમધમતુ થયું છે. લોકોમાં જાણે કોરોનાના ડર રહ્યો ન હોય તે રીતે લોકો વર્તી રહ્યાં છે. આવામાં દુકાને દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગના અભાવના કારણે amc એ શનિવારની મોડી રાતે પણ કાર્યવાહી કરી હતી. એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે.  તો ગઈકાલે અમદાવાદના સેન્ટ્રલ મોલને પણ સીલ મારવામાં આવ્યું હતું.  પંચવટી ચાર રસ્તા પાસે આવેલ સેન્ટ્રલ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભાવ જોવા મળતા તેને પણ સીલ મારવામાં આવ્યુ હતું.
Aug 10,2020, 12:22 PM IST

Trending news