Tata Nexon નું સ્પેશિયલ એડિશન મોડલ Kraz ટૂંક સમયમાં થશે લોન્ચ
નેક્સોન ક્રાજ એડિશનમાં હાલના મોડલવાળા 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જીન મળશે. બંને એન્જીન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે.
Trending Photos
નવી દિલ્હી: Tata Motors ફેસ્ટિવલ સીઝન માટે ફરી એકવાર Nexon Kraz લાવવાની તૈયારીમાં છે. કંપનીએ આ સ્પેશિયલ એડિશન નેક્સોનનું ટીઝર ટ્વિટ કરી આ જાણકારી આપી છે. ગત વર્ષે પણ ટાટાએ ફેસ્ટિવલ સીઝનમાં Tata Nexon Kraz Edition માં ઉતારી હતી. આ વખતે નવા લકરમાં લોન્ચ કરવામાં આવશે. ટીઝર વીડિયોમાં નેક્સોન પર ઓરેન્જ અને બ્લેક કલરની ઝલક જોવા મળી રહી છે, જેથી નેક્સોનનો નવો કલર સ્કીમની ઝલક જોવા મળી રહી છે. જેથી આશા છે કે નેક્સોનની નવી ક્રાજ એડિશન આ કલર સાથે આવશે.
ગત વર્ષે આ પ્રકારની પણ નેક્સોન આ સ્પેશિયલ એડિશન મોડલમાં ગ્રિલ, આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર્સ અને કેબિન અપહોલ્સ્ટ્રી પર પેંટ હાઇટલાઇટ્સ જોવા મળી શકે છે. વર્ષ 2018માં આવેલ નેક્સોન ક્રાજ એડિશનમાં સીટ્સ પર લેધર અપહોસ્ટ્રી આપવામાં આવી હતી, જે આ વખતે પણ જોવા મળી શકે છે.
ક્રાજ એડિશન નેક્સોનના ટોપ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. તેના લીધે તેમાં હ ઓર્મન કાર્ડન ઓડિયો સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને રિયર એસી વેંટ્સ સહિત અન્ય ફીચર્સ પણ મળશે. આ ઉપરાંત ડ્યૂલ ફ્રંટ એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ સેંસર્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને હાઇસ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા સેફ્ટી ફીચર્સ સ્ટાર્ડડ મળશે. ટોપ વેરિએન્ટ Kraz+ માં એપલ કારપ્લે અને એંડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સિસ્ટમ પણ મળશે.
નેક્સોન ક્રાજ એડિશનમાં હાલના મોડલવાળા 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જીન મળશે. બંને એન્જીન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્પેશિયલ એડિશન મોડલ કંપનીને નેક્સોન બીએસ 4 સ્ટોકના ક્લિયર કરવામાં મદદ કરશે. ટાટા નેક્સોનનું બીએસ 6 મોડલ આ વર્ષના અંત અથવા આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે