એમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતે
Amazon Clinic: એમેઝોને ભારતમાં એક નવી સર્વિસ શરૂ કરી છે, જેણે ક્લીનિક કહેવામાં આવે છે. આ સર્વિસ મારફતે લોકો 50થી વધુ બિમારીઓ માટે ડોક્ટરથીઓ ઓનલાઈન કન્સલ્ટેશન લઈ શકો છો. આવો તમને તેના વિશે જણાવીએ.
Trending Photos
Amazon Clinic Consultation Service: એમેઝોને ભારતમાં એક નવી નક્કોર સર્વિસ શરૂ કરી છે, જેણે ક્લીનિક કહેવાય છે. આ સર્વિસ મારફતે લોકો 50થી વધુ બિમારીઓ માટે ડોક્ટરને ઓનલાઈન કન્સલ્ટેશન લઈ શકે છે. આ સર્વિસ પ્રેક્ટોની જેમ કામ કરે છે. એમેઝોન ક્લીનિક પર કન્સલ્ટેશન ફી 299 રૂપિયાથી શરૂ થાય છે. તમે અહીં કોઈ પણ મેડિકલ સ્પેશાલિસ્ટને એપોઈન્ટમેન્ટ લઈ શકે છે.
હાલમાં, એમેઝોન ક્લિનિક સેવા ફક્ત Android અને iOS યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. તમે ડેસ્કટોપ પર તેનો ઉપયોગ કરી શકતા નથી. કન્સલ્ટેશન બુક કરાવતા પહેલા તમારે તમારું નામ, ઉંમર, લિંગ અને ફોન નંબર આપવો પડશે અને પ્રોફાઇલ બનાવવી પડશે.
ઓનલાઈન અને ઓફલાઈન કન્સલ્ટેશન
તમારી પાસે ઓનલાઈન ડૉક્ટરની સલાહ લેવાની અથવા ક્લિનિકમાં જઈને ડૉક્ટરને મળવાની સુવિધા હશે. જોકે, ક્લિનિકમાં ડૉક્ટરને મળવાની સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી.
એમેઝોન ક્લિનિકમાં ત્વચારોગ, સ્ત્રીરોગવિજ્ઞાન, બાળરોગ અને કાઉન્સિલિંગ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત ડોકટરોનો સમાવેશ થાય છે. એમેઝોને જણાવ્યું હતું કે ક્લિનિકમાં સૂચિબદ્ધ તમામ તબીબી નિષ્ણાતોને ટેલિ-કન્સલ્ટેશનનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હશે. આ સિવાય આ કાઉન્સિલિંગ સાથે સંબંધિત તમામ મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે.
દરેક ડૉક્ટર માટે અલગ-અલગ ફી
દરેક ડૉક્ટરની ફી અલગ-અલગ હોઈ શકે છે. આ ફી 299 રૂપિયાથી 799 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. વર્ચ્યુઅલ કન્સલ્ટેશનમાં સાત દિવસ માટે ફ્રી ફોલો-અપ પણ ઉપલબ્ધ રહેશે. એમેઝોન પાસે ફાર્મસી સ્ટોર પણ છે, જ્યાંથી તમે એપ પર જ દવાઓ ખરીદી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે