બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ, સરકાર લોકોને સુરક્ષા આપે

બાંગ્લાદેશમાં ઈસ્કોનના પુજારી ચિન્મય દાસની ધરપકડ બાદ મચેલા હંગામા વચ્ચે ત્યાંના કટ્ટરપંથીઓ ઈસ્કોનની ગતિવિધિઓને બેન કરવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે બાંગ્લાદેશની હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા બાંગ્લાદેશમાં ઈસ્કોનની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ પાસ કરવાનો ઈન્કાર કરી દીધો. આ મામલે બાંગ્લાદેશ હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો કારણ કે કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સરકારી અધિકારી આ દિશામાં કામ કરે છે. 
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ, સરકાર લોકોને સુરક્ષા આપે

ISKCON in Bangladesh: બાંગ્લાદેશમાં ઈસ્કોનના પુજારી ચિન્મય દાસની ધરપકડ બાદ મચેલા હંગામા વચ્ચે ત્યાંના કટ્ટરપંથીઓ ઈસ્કોનની ગતિવિધિઓને બેન કરવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે બાંગ્લાદેશની હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા બાંગ્લાદેશમાં ઈસ્કોનની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ પાસ કરવાનો ઈન્કાર કરી દીધો. આ મામલે બાંગ્લાદેશ હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો કારણ કે કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સરકારી અધિકારી આ દિશામાં કામ કરે છે. 

સુપ્રીમ કોર્ટના વકીલ મોહમ્મદ મોનિર ઉદ્દીને બુધવારે હાઈકોર્ટ બેન્ચની સામે ઈન્ટરનેશનલ સોસાઈટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) વિશે ઘણા અખબારોના રિપોર્ટ રજૂ કર્યા હતા અને સરકારને આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કરવાની માંગણી કરી હતી. આ સાથે  કહેવાયું હતું કે કોર્ટ ચેટોગ્રામ, રંગપુર અને દિનાઝપુરમાં કલમ 144 લગાવવા માટે સ્વૈચ્છિક આદેશ બહાર પાડે. 

સરકાર લોકોની અને તેમની સંપત્તિઓની રક્ષા કરે
કોર્ટે એટોર્ની જનરલ પાસે ઈસ્કોનની હાલની ગતિવિધિઓને લઈને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓની જામકારી આપવાનું કહ્યું હતું. ગુરુવારે જ્યારે આગળની કાર્યવાહી શરૂ થઈ તો એટોર્ની જનરલના કાર્યાલયે ન્યાયમૂર્તિ ફરાહ મહેબૂબ અને ન્યાયમૂર્તિ દેબાશીષ રોય ચૌધરીની પીઠ સમક્ષ જાણકારી રજૂ કરી. 

ધ ડેઈલી સ્ટારે કહ્યું કે પીઠે કહ્યું છે કે સરકારે કાનૂન વ્યવસ્થાની સ્થિતિ અને બંગ્લાદેશના લોકોના જીવન તથા તેમની સંપત્તિઓની સુરક્ષા વિશે સતર્ક રહેવું જોઈએ. બેન્ચે આ ટિપ્પણી એડિશનલ એટોર્ની જનરલ અનીક આર હક અને ડેપ્યુટી એટોર્ની જનરલ મોહમ્મદ અસદઉદ્દીન દ્વારા હાઈકોર્ટની બેન્ચને એ સૂચના આપ્યા બાદ કરી જેમાં જણાવવામાં આવ્યું હતું કે વકીલ સૈફૂલ ઈસ્લામ અલિફની હત્યા અને ઈસ્કોનની ગતિવિધિઓ મામલે 3 અલગ અલગ કેસ દાખલ કરાયા છે. આ સાથે જ 33 લોકોને આરોપી બનાવીને ધરપકડ કરાઈ છે. 

શિબચરમાં બંદ કરાવ્યું ઈસ્કોન સેન્ટર
બીજી બાજુ બાંગ્લાદેશના શિબચર સ્થિત એક ઈસ્કોન સેન્ટરને જબરદસ્તીથી બંધ કરાવવાના સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ ઈસ્કોન ભક્તોને સેનાના જવાન એક વાહનમાં લઈ ગયા. આ સાથે જ સેન્ટરને જબરદસ્તીથી બંધ કરાવવામાં આવ્યું. આ મામલે ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે શિબચર બાંગ્લાદેશમાં ઈસ્કોન નમહટ્ટા કેન્દ્રને મુસલમાનોએ જબરદસ્તીથી બંધ કરાવી દીધુ. સેના આવી અને ઈસ્કોન ભક્તોને એક વાહનમાં લઈ ગઈ. 

અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશમાં યુનુસ સરકારના આવ્યા બાદથી હિન્દુઓ પર ખુબ અત્યાચાર થઈ રહ્યા છે. તાજા હિંસાના મામલામાં એક હિન્દુ પરિવારના 4 સભ્યોની હત્યા કરી દેવાઈ. જેમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news