ઓછા બજેટમાં સ્માર્ટવોચ શોધી રહ્યાં છો? આ રહ્યાં બેસ્ટ ઓપ્શન
વિશ્વભરમાં હવે સ્માર્ટ વોચનો જમાનો ચાલી રહ્યો છે. જો તમારા હાથ પર સ્માર્ટ વોચ નહીં હોય તો કદાચ તમારી ગણતરી ઓલ્ડ ફેશન વાળા લોકોમાં થઈ જશે. લોકોનું એવુ કહેવું છે કે સારી સ્માર્ટવોચ બજેટમાં નથી હોતી
Trending Photos
- સ્માર્ટફોન વાપરતા વ્યક્તિ માટે સ્માર્ટવોચ હવે જરૂરી
- 5000 રૂપિયાથી ઓછા ભાવની બેસ્ટ 5 સ્માર્ટવોચ
- સ્માર્ટવોચના તમામ આકર્ષક ફિચર્સ 5000થી ઓછા ભાવમાં
હાર્દિક મોદી/ અમદાવાદ: વિશ્વભરમાં હવે સ્માર્ટ વોચનો જમાનો ચાલી રહ્યો છે. જો તમારા હાથ પર સ્માર્ટ વોચ નહીં હોય તો કદાચ તમારી ગણતરી ઓલ્ડ ફેશન વાળા લોકોમાં થઈ જશે. લોકોનું એવુ કહેવું છે કે સારી સ્માર્ટવોચ બજેટમાં નથી હોતી. સારી સ્માર્ટ વોચ લેવા જઈએ તો નક્કી 10થી 15 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ હવે નહીં. હું તમારા માટે એવી 5 સ્માર્ટ વોચ લઈને આવ્યો છું જે તમારા બજેટમાં છે, અન્ય સ્માર્ટ વોચની તમામ ફેસિલિટી, એટલું જ નહીં પણ લૂક્સ એટલા આકર્ષક કે તમારા ગ્રુપના લોકો પણ જોઈને દંગ રહી જશે. 5000 રૂપિયાથી ઓછી કિંમતની કઈ સ્માર્ટ વોચ ખરીદવા જેવી છે, ચાલો જાણીએ...
ઓછા બજેટમાં સ્માર્ટવોચની વાત કરીએ તે પહેલા એ જાણો કે, સ્માર્ટવોચ શું છે અને કેમ તે જરૂરી છે?
સ્માર્ટફોનના આવિષ્કારથી મનુષ્યનું જીવન ખુબ જ સરળ થઈ ગયુ છે. દિવસ દરમિયાનની મોટાભાગની પ્રક્રિયા એક સ્માર્ટફોનના માધ્યમથી કંટ્રોલ કરી શકીએ છીએ. બસ એવી જ રીતે સ્માર્ટફોનના મોટા ભાગના ફીચર્સ હવે તમારા કાંડા પર આવી ગયા છે. કોઈકનો ફોન આવ્યો છે પણ આપ સ્કૂટર ચલાવી રહ્યાં છો. સ્માર્ટવોચના માધ્યમથી આપ કોનો ફોન આવે છે, કોના SMS તેમજ વિવિધ નોટિફિકેશન અંગે અપડેટ રહી શકો છો. એટલુ જ નહીં પણ આ ઉપરાંત મ્યુઝિક કંટ્રોલ, અલાર્મ, એક્ટિવિટી ટ્રેકર જેવી અનેક એવી સુવિધા તમારી સ્માર્ટવોચમાં ઉપ્લબ્ધ છે. ચાલો જાણીએ તમારા બજેટમાં મળતી સ્માર્ટવોચ વિશે.
Amazfit Verge Lite Smartwatch
ફ્લિપકાર્ટમાં આ સ્માર્ટવોચ તમને માત્ર 4999 રૂપિયામાં મળી જશે. આટલી ઓછી કિંમતમાં Amazfit 1.3 AMOLED ટચ ડિસ્પ્લે આપી રહ્યું છે. સાથે જ સ્માર્ટ વોચની બેટરી લાઈફ 20 દિવસની છે. સ્માર્ટમાં ફિટનેસ માટેના તમામ ફંક્શન ઉપલબ્ધ છે. એટલુ નહીં પણ સ્માર્ટ નોટિફિકેશન, સ્માર્ટ મ્યૂઝિક કંટ્રોલ, અલાર્મ, હવામાનની માહિતી પણ સ્માર્ટવોચમાં મળી રહેશે. Amazfit Verge Lite Smartwatchમાં GPSની ફેસિલિટી આપવામાં આવી છે. GPS+ GLONASSની ફેસિલિટી છે. એટલે કે તમે આઉટડોર એક્ટિવિટી કરવા જાઓ છો તો ફોન વગર જ તમારી એક્ટિવિટી ટ્રેક થઈ શકે છે. સાથે જ હાર્ટ રેટ મોનિટરીંગ પણ થઈ શકે છે. કંપની આ વોચ પર 1 વર્ષની વોરંટી પણ આપે છે. Amazfit Verge Lite Smartwatch ગ્રે અને વ્હાઈટ બે કલરમાં ઉપલબ્ધ. સ્માર્ટવોચ અંડર 5000નો ઉત્તમ નમૂનો એટલે Amazfit Verge Lite Smartwatch.
Noise Colorfit Pro 2
બેસ્ટ વોચ અંડર 5000માં બીજો માસ્ટરપીસ છે Noise Colorfit Pro 2. આ સ્માર્ટવોચ ફ્લિપકાર્ટ તેમજ એમેઝોન પર પણ મળી રહેશે, અને તેની કિંમત 2999 રૂપિયા છે. સ્માર્ટવોચમાં 1.3 કલર ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટવોચ મહિલાઓ માટે ખુબ જ મહત્વની સાબિત થઈ છે કારણ કે અહીં ખાસ મહિલાના માસિક સ્ત્રાવનું પણ મોનિટરીંગ થઈ શકે છે. એટલુ જ નહીં પણ હાર્ટ રેટ મોનિટરીંગ, IP68 વોટરપ્રુફ, ફિટનેસ તેમજ આઉટડોર એક્ટિવિટીનું ટ્રેકિંગ થઈ શકે છે. બેટરીની વાત કરીએ તો સ્માર્ટવોચમાં 10 દિવસ ચાલે તેવી દમદાર બેટરી આપવામાં આવી છે. Noise Colorfit Pro 2 સ્માર્ટવોચ એન્ડ્રોઈડ તેમજ iOS બંને સાથે કોમ્પેટિબલ છે. વોચમાં તમામ સ્માર્ટ નોટિફિકેશન્સની ફેસિલિટી છે, એટલુ જ નહીં વોચમાં ખુબ જ સરસ વોચ ફેસ પણ એપના માધ્યમથી સેટ થઈ શક્શે. કંપની સ્માર્ટ વોચ પર એક વર્ષની વોરંટી આપી રહી છે.
Amazefit Bip U
અમેઝ ફિટની વધુ એક વોચ જે તમારા બજેટમાં છે, લુક્સ પણ એટલા જ આકર્ષક, તમામ ફિચર્સ જે સ્માર્ટવોચમાં હોવા જોઈએ. Amazefit Bip U સ્માર્ટવોચ તમે amazon.in પરથી 3,999 રૂપિયામાં ખરીદી શક્શો. વોચમાં 1.43ની લાર્જ કલર ટચ ડિસ્પ્લે છે. અને કોર્નિંગ ગોરિલ્લા 3 રીઈન્ફોર્સ્ડ ગ્લાસ નાખવામાં આવ્યો છે. સીધી ભાષામાં, સ્માર્ટ વોચનો ગ્લાસ ખુબ જ મજબૂત છે. વોચની વિશેષતા એ છે કે આપણા શરીરમાં બ્લડ તેમજ ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટનું પણ મોનિટરીંગ થઈ શકે છે. સ્માર્ટવોચમાં 60+ સ્પોર્ટ્સ મોડ છે. અને 5 ATM વોટર રેસિસ્ટન્સ છે. એટલે કે સ્માર્ટવોચને તમે એક્વેરિયમમાં પણ નાખ્શો તો પણ ચાલી જશે. વોચની વિશેષતાની વાત કરીએ તો વોચમાં અલાર્મ, વેધર ફોરકાસ્ટ, સ્માર્ટફોન મ્યૂઝિક, કેમેરા કંટ્રોલ, સ્માર્ટ નોટિફિકેશન પણ છે. એટલુ જ નહીં પણ 50થી પણ વધુ ડાઉનલોડ થઈ શકે તેવા વોચફેસ ઉપલબ્ધ છે. સ્માર્ટવોચ બ્લેક, ગ્રીન, પિન્ક કલરમાં ઉપલ્બ્ધ છે. Amazefit Bip U સ્માર્ટવોચ પર 1 વર્ષની વોરંટી કંપની આપે છે.
Realme Watch
અત્યાર સુધી તમે કદાચ Realmeના સ્માર્ટફોન જોયા હશે પરંતુ હવે Realme બ્રાન્ડે સ્માર્ટવોચ પણ લોંચ કરી છે, જે બિલકુલ બજેટમાં છે અને આમા પણ તમામ આકર્ષક ફિચર્સ અને લુક્સ છે. Realme Watchની કિંમત amazon.in પર 3,590 રૂપિયામાં મળી રહી છે. સ્માર્ટવોચમાં 1.4 ઈંચની કલર ટચ ડિસ્પ્લે છે. સ્માર્ટવોચની ફિચર્સની વાત કરીએ તો રીયલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર, 14 સ્પોર્ટ્સ એક્ટિવિટીને ટ્રેક કરવાની ક્ષમતા, સાથે જ IP68 વોટર રેઝિઝટન્ટ. બીજી અન્ય વોચની જેમ સ્માર્ટ નોટિફિકેશન અને 9 દિવસની બેટરી લાઈફ આપવામાં આવી છે. Realme Watchમાં કેમેરા અને મ્યૂઝિક કંટ્રોલ પણ થઈ શકે છે. Realme Watch સ્માર્ટવોચ પર 1 વર્ષની વોરંટી કંપની આપે છે.
Mi Smart Band 5
ઉપર બતાવેલી તમામ સ્માર્ટવોચને ટક્કર આપતી નવી Mi Smart Band 5 માત્ર 2,499 રૂપિયામાં amazon.in પર ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સ્માર્ટવોચ નહીં પણ સ્માર્ટબેન્ડ છે. અન્ય સ્પોર્ટ્સ બેન્ડની જેમ તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટી Mi Smart Band 5માં ટ્રેક થઈ શકે છે પરંતુ એની સાથે સ્માર્ટ વોચના તમામ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. છોટા પેકેટ બડા ધામાકા જેવો છે Mi Smart Band 5. બેન્ડમાં 1.1ની ફૂલ ટચ AMOLED કલર ડિસ્પ્લે છે. જેની બેટરી 14 દિવસની છે. Mi Smart Band 5માં 11 સ્પોર્ટ્સ એક્ટિવિટી ટ્રેકર આપવામાં આવ્યા છે. એટલુ જ નહીં પણ 5ATM વોટર રેસિસટન્ટ, 24*7 સ્લીપ મોનિટરીંગ, સ્માર્ટ નોટિફિકેશન, મ્યૂઝિક કંટ્રોલ, હવામાનની માહિતી, અલાર્મ પણ સેટ થઈ શકે છે. Mi Smart Band 5ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. Mi Smart Band 5 પર 1 વર્ષની વોરંટી કંપની આપે છે.
નોંધ: ઉપર બતાવેલી તમમ સ્માર્ટ વોચના ભાવમાં ફેરફાર હોઈ શકે છે. સ્ટોરી દરમિયાન ઓનલાઈન માર્કેટમાં બતાવવામાં આવતા ભાવ જ દર્શાવવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે