ચાલતા-ચાલતા બદલાઈ જાય છે આ ગાડીનો રંગ! આ કાર જોવા રસ્તા રોકીને ઉભા રહે છે લોકો!

રંગ બદલતા ફોન બાદ પ્રસ્તુત છે રંગ બદલતી ઈલેક્ટ્રીક કાર, BMWની આ કાર રંગ બદલવાની સાથે આપે છે શાનદાર પાવર. BMWએ રંગ બદલતી કાર લોન્ચ કરી, માત્ર આંખનું પલકારું જપકાવતા બદલી જશે કારનો રંગ.

ચાલતા-ચાલતા બદલાઈ જાય છે આ ગાડીનો રંગ! આ કાર જોવા રસ્તા રોકીને ઉભા રહે છે લોકો!

નવી દિલ્લીઃ ઘણીવાર એવું બને છે કે તમે તમારા વાહનના એક જ રંગથી કંટાળી જાઓ છો. મનમાં વિચાર આવે કે કાશ હું મારી કારનો રંગ બદલી શકું, પરંતુ હવે તે શક્ય છે. હાલમાં જ એક એવી ઈલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી છે જે બટન દબાવીને પોતાનો રંગ બદલી શકે છે. જાણો તેની વિશેષતા.

 

રંગ બદલતી કાર-
લક્ઝરી કાર નિર્માતા કંપની BMWએ હાલમાં જ તેની M-બ્રાન્ડની ઈલેક્ટ્રિક કાર iX M60 લોનચ કરી છે. બટન દબાવવાથી કારના એક્સટીરિયરનો રંગ બદલાઈ જાય છે. આ કાર આંખના પલકાર્યા પહેલા જ કાળાથી સફેદ અને સફેદથી ગ્રેમાં જઈ શકે છે. કંપનીએ આ કાર અમેરિકામાં ચાલી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES-2022) માં બતાવી છે અને તેને BMW iX M60 Flow નામ આપવામાં આવ્યું છે. હવે તમે વિચારતા હશો કે આ કારનો રંગ આટલી સરળતાથી કેવી રીતે બદલાઈ જાય છે.

આ રીતે રંગ બદલે છે આ કાર-
કંપનીએ આ કારના સરફેસ પર ઈ-ઈંકનું કોટિંગ કર્યું છે. તેમાં લાખો માઈક્રોકેપ્સ્યુલ્સ છે, જેનો વ્યાસ માનવ વાળ જેટલો છે. દરેક માઈક્રોકેપ્સ્યુલમાં સફેદ રંગનું નેગેટિવ ચાર્જ અને કાળા રંગના પોઝિટિવ ચાર્જ પિગમેન્ટ હોય છે. આ રીતે, જ્યારે બટન દબાવીને આ રંગદ્રવ્યોને મેસેજ મોકલવામાં આવે છે, ત્યારે તેઓ સરફેસનો રંગ બદલી નાખે છે. આ લગભગ મોબાઈલની સ્ક્રીન પર વૉલપેપર બદલવા જેવું છે. BMWની આ કાર એક પાવરફુલ ઈલેક્ટ્રીક SUV છે. આ કાર 610 HPનો પાવર જનરેટ કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news