દેશની નંબર-1 SUV ને વિદેશમાં મળ્યો માત્ર 1 ગ્રાહક, વેચાણમાં થયો 99 ટકાનો ઘટાડો

ભારતીય ગ્રાહકો વચ્ચે હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) સૌથી પોપુલર એસયુવીમાંથી એક છે. નોંધનીય છે કે ક્રેટા કંપની સૌથી વધુ વેચાનારી કારની સાથે દેશની ટોપ સેલિંડ મિડ-સાઇઝ એસયુવી પણ છે.

દેશની નંબર-1 SUV ને વિદેશમાં મળ્યો માત્ર 1 ગ્રાહક, વેચાણમાં થયો 99 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) સૌથી પોપુલર એસયુવીમાંથી એક છે. નોંધનીય છે કે હ્યુન્ડાઈ ક્રેટા કંપનીની સૌથી વધુ વેચાનારી કારની સાથે દેશની ટોપ સેલિંગ મિડ-સાઇઝ એસયુવી પણ છે. પાછલા મહિને એપ્રિલ 2024માં પણ ક્રેટાના 15000 યુનિટથી વધુનું વેચાણ થયું હતું. ક્રેટાને ભારતમાં અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો ખરીદી ચૂક્યા છે.

માત્ર 1 યુનિટ એક્સપોર્ટ થઈ હ્યુન્ડાઈ ક્રેટા
બીજીતરફ જાન્યુઆરી 2024માં લોન્ચ થયેલી હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટને અત્યાર સુધી 1 લાખ યુનિટથી વધુનું બુકિંગ મળી ચૂક્યું છે. પરંતુ નિકાસના મામલામાં એકવાર ફરી હ્યુન્ડાઈ ક્રેટા ફ્લોપ સાબિત થઈ છે. ક્રેટાને પાછલા મહિને એટલે કે એપ્રિલ 2024માં માત્ર 1 ગ્રાહક મળ્યો છે. જ્યારે એક વર્ષ પહેલા એપ્રિલ 2023માં હ્યુન્ડાઈ ક્રેટાએ 513 એસયુવીનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન ક્રેટાના વેચાણમાં 99.81 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પાવરફુલ એન્જિનથી લેસ છે ક્રેટા
હ્રુન્ડાઈ ક્રેટામાં ગ્રાહકોને પાવર ટ્રેન તરીકે 3 એન્જિન ઓપ્શન મળે છે. કારમાં પાવરટ્રેન તરીકે 115PS નો પાવર અને 144Nm નો પીક ટોર્ક જનરેટ કરનાર 1.5-લીટર MPi પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જેને 6-સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશન કે IVT ઓટોમેટિકની સાથે જોડી શકાય છે. આ સિવાય કારમાં 1.5 લીટર કપ્પા ટર્બો GDI પેટ્રોલ એન્જિન છે, જે  160PS નો પાવર અને 253Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7 સ્પીડ DCT ઓટોમેટિક સાથે જોડાયેલું છે. તો કારમાં 1.5 લીટર U2 CRDi ડીઝલ એન્જિન પણ છે, જે 116PS પાવર અને 250Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

70થી વધુ સેફ્ટી ફીચર્સથી લેસ છે કાર
ક્રેટા 2024 ફેસલિફ્ટના ઈન્ટીરિયરમાં એક નવું ડેશબોર્ડ, 10.25 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને તે સાઇઝનું એક ડિજિટલ કલ્ટર આપવામાં આવ્યું છે. તો સેફ્ટી માટે કારમાં 6 એરબેગ, દરેક ચાર વ્હીલ પર ડિસ્ક બ્રેક, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ અને ADAS ટેક્નોલોજી સહિત 70થી વધુ ફીચર્સ આપવામાં આવ્યા છે. જ્યારે કાર છ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. હ્યુન્ડાઈ ક્રેટાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયાથી લઈ ટોપ મોડલમાં 21 લાખ રૂપિયા સુધી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news