close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

બજારમાંથી જલદી ગાયબ થઇ જશે 4 જાણિતી કાર્સ, જાણો શું છે કારણ

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 11, 2019, 04:06 PM IST
બજારમાંથી જલદી ગાયબ થઇ જશે 4 જાણિતી કાર્સ, જાણો શું છે કારણ

આ વર્ષે ઓટો કંપનીઓ પોતાની ખૂબ પોપ્યુલર મોડલ બંધ કરી દેશે. તેમાં Tata Nano, Hyundai Eon, Honda Brio અને Ford Figo સામેલ છે. ટૂંક સમયમાં ગ્રાહકોને તેનું ફેસલિસ્ટ વર્જન મળશે. આ મોડલોને બંધ કરવાનું કારણ એ છે કે આ વર્ષથી નવી સેફ્ટી નોર્મ્સ લાગૂ થઇ રહ્યા છે. સાથે જ BS6 એમિશન નોર્મ્સની પણ ભારતમાં શરૂઆત થશે, જેથી પ્રદૂષણનું સ્તર ઓછું થશે. નવા એમિશન નોર્મ્સ 1 એપ્રિલ 2020થી લાગૂ થશે. આમ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર થશે. 

ઓટો કંપનીએ પોતાના હાલના મોડલોને જૂના લોટ ખતમ કરવા માટે ઘણી ઓફર પણ આપવાનું શરૂ કરી દીધું છે. કારણ કે તેમને અપગ્રેડ કરવી ખૂબ મોંઘુ પડશે. તેનાથી તેનું વેચાણ ઘટવાની આશંકા રહેશે. આવો જાણીએ કયા-કયા મોડલ નવા સેફ્ટી નિયમો પર ખરા ઉતર્યા નથી. 

1- TATA NANO
ટાટાએ ભારતમાં નેનોને જ્યારે લોન્ચ કરી હતી કે તો તેને લખટકિયા કાર કહેવામાં આવતી હતી. કારણ કે તેની કિંમત સૌથી ઓછી હતી. કારને લોન્ચિંગ બાદ સારી સફળતા મળી હતી. પરંતુ ઘણી સમસ્યાઓ બાદ તેના વેચાણમાં ઘટાડો નોંધાયો. જોકે ટાટા મોટર્સ તેના ફીચર્સમાં સતત ફેરફાર કરતી આવી છે. પરંતુ નવા સેફ્ટી નોર્મ્સ પર આ કાર ખરી ઉતરી નહી. આ કાર 624 સીસી પેટ્રોલ એન્જીન સાથે આવી રહી છે. તેનું એન્જીન 35 PS અને 45 NM ટોર્ક જનરેટ કરે છે.
tata nano

2- Hyundai Eon
ગાડીવાડીના સમાચાર અનુસાર હ્યુન્ડાઇ Eon ને પણ બજારમાંથી ફેઝઆઉટ કરવામાં આવી રહી છે. આ મોડલને નવા નિયમો હેઠળ અપગ્રેડ કરવી ખૂબ ખર્ચાળ છે. એટલા માટે કંપનીએ આ સેગમેંટ ન્યૂ સેંટ્રોને ફરીથી લોન્ચ કરી. જોકે ઇયોન ઘણા મામલે ગ્રાહકોની પસંદ છે. તેનું વેચાણ પણ શાનદાર રહ્યું છે. તેને Hyundai ને 2011માં બજારમાં ઉતારી હતી. તે દરમિયાન સેંટ્રોને ફેજઆઉટ કરવામાં આવી હતી. ઇયોન 814 સીસી અને 998 સીસી એન્જીન ક્ષમતા સાથે આવી રહી છે.
Hyundai Eon

3- Honda Brio
હોંડાની બ્રોયોની પણ સારી ડિમાંડ છે. તેને કંપનીએ 2011માં પહેલીવાર લોન્ચ કરી હતી. શરૂઆતમાં તેના વેચાણે જોર પકડ્યું હતું પરંતુ પછી સેલ અચાનક ઘટી ગયું. 2016માં કંપનીએ તેમાં કેટલાક ફેરફાર કર્યા પરંતુ તે વેચાણમાં નિષ્ફળ રહી. હવે હોંડાની યોજના Brio ને નવા અવતારમાં લાવવાની છે. તેથી તેનું સેકન્ડ જનરેશન લોન્ચ કરી શકે છે. હાલ બ્રોયો 1.2 લીટર i-VTEC એન્જીન ક્ષમતામાં જોવા મળી આવે છે અને આ મેન્યુઅલ અને ઓટો ટ્રાંસમિશન બંનેમાં ઉપલબ્ધ છે. 
Honda brio

4- Ford Figo
ફોર્ડની ફિગો મજબઊત કારોમાંથી એક છે. કંપની થોડા મહિનામાં તેનું ફેસલિફ્ટ વર્જન લોન્ચ કરી શકે છે. કંપનીએ હાલ તેનું પ્રોડક્શન અટકાવી દીધું છે. નવા મોડલના ફ્રંટ બંપરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે ફોગ લેંપ પણ નવા પ્રકારના છે. એલોય વ્હીલ પણ આપવામાં આવ્યા છે.
ford figo
ઇંટીરિયરને સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યા છે. કંપની તેને પેટ્રોલ અને ડીઝલ બંને વર્જનમાં લાવશે.