JAGUAR એ લોન્ચ કરી દુનિયાની સૌથી એડવાન્સ લક્ઝરી SUV કાર, ફોટા જોઈને દિલ થઈ જશે ખુશ

JAGUAR LAUNCHED NEW CAR: જગુઆર(JAGUAR) લેન્ડ રોવરે પોતાની નવી SUV વેલાર(VELAR) લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે ટેક્નોલોજીને જોતા આ કાર દુનિયાની સૌથી એડવાન્સ SUVમાંથી એક છે.

JAGUAR એ લોન્ચ કરી દુનિયાની સૌથી એડવાન્સ લક્ઝરી SUV કાર, ફોટા જોઈને દિલ થઈ જશે ખુશ

નવી દિલ્લીઃ જગુઆર(JAGUAR) લેન્ડ રોવરે પોતાની નવી SUV વેલાર(VELAR) લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે ટેક્નોલોજીને જોતા આ કાર દુનિયાની સૌથી એડવાન્સ SUVમાંથી એક છે. જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા(JAGUAR LAND ROVER INDIA)એ ભારતમાં પોતાની નવી SUV RANGE ROVER VELAR લોન્ચ કરી છે. દમદાર એન્જીન અને આકર્ષક બિસ્ટ લુક્સ સાથે આ SUVની ભારતમાં કિંમત 79.87 લાખ રૂપિયાથી શરૂ થાય છે. રેંજ રોવર વેલારમાં ઈન્જીનિયમ 2.0 લિટર પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન પર આર-ડાયનામિક્સ એસ ટ્રિમ ફીચર આપવામાં આવ્યા છે.

No description available.

બુકિંગ અને ડિલિવરી-
રેંજ રોવર વેલાર લોન્ચિંગની સાથે કંપનીએ ગ્રાહકોને નવી SUVની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. શાનદાર ફીચર્સથી સજ્જ રેંજ રોવર વેલાર SUVને ખરીદવા માટે ઈચ્છુક ગ્રાહક ઘર બેઠા કારની બુકિંગ કરી શકશે. ગ્રાહક કંપનીની વેબસાઈટમાં જઈ નવી રેંજ રોવર વેલારને ઓનલાઈન બુક કરાવી શકે છે.

વેલાર છે સૌથી એડવાંસ્ડ કાર-
જગુઆર રેંજ રોવરે તેની નવી SUV વેલારથી મોટો દાવ લગાવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી અદ્યતન SUVમાંની એક છે. જગુઆર રેન્જ રોવર ઈન્ડિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ જણાવ્યું કે, 'રેંજ રોવર SUV ભારતની સૌથી મહત્વાકાંક્ષી SUVમાંની એક છે. શાનદાર ડિઝાઈન, લક્ઝરી અને ટેકનોલોજીને કારણે આ કાર ઘણા લોકોની મનગમતી SUV બની ગઈ છે. રેંજ રોવરે પોતાના નવા અવતારમાં આધુનિક ટેક્નોલોજી અને નવી ફીચર્સનો સમાવેશ કરીને ગ્રાહકોને વધુ સુવિધા પૂરી પાડવા પ્રયાસ કર્યો છે. નવા ફીચર અને શાનદાર લુક્સને કારણે રેંજ રોવર વેલારની માગ પહેલા કરતા વધી ગઈ છે અને હવે તે ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

No description available.

એન્જીન અને પાવર-
નવી વેલારમાં આર-ડાયનામિક્સ એસ ટ્રિમમાં ઈન્જીનિયમ 2.0 લિટરના પેટ્રોલ અને ડીઝલ એન્જીન મળે છે. 2.0 લિટરના પેટ્રોલ એન્જીનમાં 246BHPનો પાવર અને 365NMનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 2.0 લિટરના ડીઝલ એન્જીનમાં 201BHPનો પાવર અને 430NMનો ટોર્ક જનરેટ કરે છે. વેલારમાં ટોર્ક-ઓન ડિમાન્ડ ઓલ વ્હીલ ડ્રાઈવ, ટેરેન રિસ્પોન્સ 2 અને અનેક ડ્રાઈવર આસિસ્ટન્સ ફંક્શન આપવામાં આવ્યા છે.

No description available.

શાનદાર ફીચર્સ-
નવી રેંજ રોવર વેલારમાં અનેક આકર્ષક ફીચર આપવામાં આવ્યા છે. કારમાં 3D સરાઉન્ડ કેમેરો, ઈલેક્ટ્રોનિક એર સસ્પેન્શન, PM 2.5 ફિલ્ટર સાથે કેબિન અને પિવી ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ સામેલ છે. આ પહેલાની સરખામણીએ વધુ સાફ, સુરક્ષિત અને સ્માર્ટ છે. ટેક્નોલોજીને જોતા આ કાર દુનિયાની સૌથી એડવાન્સ લક્ઝરી SUV છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news