Microsoft Word વર્ષોથી યુઝ કરતાં 99 ટકા લોકો પણ નથી જાણતાં વર્ડની આ સીક્રેટ Trick

Microsoft Word Secret Trick: આ ટ્રીક્સની મદદથી તમે તમારું કામ વધારે સરળતાથી અને ઝડપથી કરી શકો છો. કારણ કે વર્ડમાં એવા ઘણા શોર્ટકટ ઉપલબ્ધ છે જેનાથી કામ કરવાનું સરળ બને છે. આજે તમને આવા જ કેટલાક સીક્રેટ ફીચર્સ વિશે જણાવીએ. 

Microsoft Word વર્ષોથી યુઝ કરતાં 99 ટકા લોકો પણ નથી જાણતાં વર્ડની આ સીક્રેટ Trick

Microsoft Word Secret Trick: વર્ષોથી જે લોકો માઈક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરે છે તેમાંથી પણ 99 ટકા લોકો નથી જાણતા તેવી ટ્રીક્સ વિશે આજે તમને જાણકારી આપીએ. આ ટ્રીક્સની મદદથી તમે તમારું કામ વધારે સરળતાથી અને ઝડપથી કરી શકો છો. કારણ કે વર્ડમાં એવા ઘણા શોર્ટકટ ઉપલબ્ધ છે જેનાથી કામ કરવાનું સરળ બને છે. આજે તમને આવા જ કેટલાક સીક્રેટ ફીચર્સ વિશે જણાવીએ. 

ટુલબાર
વર્ડ પેજની ઉપર જે ટુલબાર જોવા મળે છે તે ઘણી જગ્યા રોકી લેતું હોય છે. પરંતુ જો તમારે તેને હટાવી અને વર્ડનો ઉપયોગ કરવો છે તો તે શક્ય છે. તમારે ટુલબાર હાઈડ કરવું હોય તો તેના માટે Ctrl + F1 કી પ્રેશ કરો તેનાથી ટુલબાર હાઈડ થઈ જશે.

આ પણ વાંચો: 

શબ્દ ડીલીટ કરવા માટે 
જો તમારે લખેલા કોઈ શબ્દના બધા જ અક્ષરો ડીલીટ કરવા હોય તો એક એક અક્ષર માટે બેકસ્પેસને વારંવાર પ્રેસ કરવાની જરૂર નથી. આ માટે જે શબ્દ કાઢવો હોય ત્યાં Ctrl સાથે Backspace કરશો એટલે આખો શબ્દ એકસાથે નીકળી જશે. 

ટેક્સ્ટ સિલેકશન
ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે તમે ડ્રેગિંગ અને હાઈલાઈટિંગનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ શબ્દ પર ડબલ-ક્લિક કરવાથી તે હાઈલાઈટ થશે. જો તમારે તેને કોપી કરવા છે તો તેના પર ટ્રિપલ ક્લિક કરવી, તેનાથી વાક્ય અથવા તો ફકરો પણ સિલેક્ટ કરી શકાય છે. 

કેરેક્ટર કેવી રીતે સિલેક્ટ કરવા
આ કામ પણ સરળતાથી કરી શકાય છે. તેના માટે માઉસને બદલે તમે Shift+Ctrl કી અને એરો કી સાથે પ્રેસ કરવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news