Mahindra Thar 5 Door: 5 દરવાજાવાળી કાર જલ્દી જ ભારતમાં ફરતી દેખાશે, જાણો કઈ કંપની લાવી રહી છે

Mahindra Thar: થારના 3 દરવાજાના વર્ઝન બાદ હવે મહિન્દ્રાની 5 દરવાજાવાળી કાર માર્કેટમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. તેની લોન્ચિંગ તારીખ તો સામે આવી નથી, પરંતુ ફીચર્સ સાંભળીને તમારા હોંશ ઉડી જશે

Mahindra Thar 5 Door: 5 દરવાજાવાળી કાર જલ્દી જ ભારતમાં ફરતી દેખાશે, જાણો કઈ કંપની લાવી રહી છે

Mahindra Thar 5 Door :મહિન્દ્રાની થાર અનેક લોકોની ડ્રીમ કાર છે. આ ગાડી લોન્ચ થઈ તેની સાથે જ ખુબ લોકપ્રિય બની છે. મહિન્દ્રાની સ્કૉર્પિયો-N અને સ્કૉર્પિયો-ક્લાસિક પછી મહિન્દ્રા થારને એક નવા અંદાજમાં માર્કેટમાં ઉતારવાનો પ્લાન કંપનીએ બનાવ્યો છે. મહિન્દ્રા ભારતીય માર્કેટમાં SUV સેગમેન્ટમાં પોતાની પકડને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગ્યું છે. થોડા સમય પહેલા જ કંપનીએ ઈલેક્ટ્રિક SUV મૉડલ મોર્કેટમાં મુક્યું હતું. હવે કંપની પાવરફુલ SUV થારનું 5 ડોર વર્ઝન લાવવાની તૈયારી કરી રહ્યું છે.  

થોડા સમય પહેલા જ 5 દરવાજાવાળી મહિન્દ્રા થારની પહેલી ઝલક જોવા મળી હતી. કંપની હાલ નવી થારનું પરીક્ષણ ચાલી રહ્યું છે. કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કંપની મહિન્દ્રા થારને ઓટો એક્સપો 2023માં રજૂ કરી શકે છે અને સાથે જ તેની કિંમત પણ જાહેર કરી શકે છે. નવી થારમાં સંપૂર્ણપણે નવી બોડી પેનલ પણ મળશે.

નવી થારમાં શું ફિચર્સ હશે

  • 5 દરવાજાવાળી થાર 3 દરવાજાની થાર કરતાં લાંબી અને પહોળી હશે. કંપનીએ લોન્ચ કરેલી છેલ્લી થારની લંબાઈ 3,985 mm અને વ્હીલબેઝ 2,450 mm છે. 
  • નવા થારનો આગળનો લુક જુના જેવો જ દેખાઈ શકે છે. પાછળનો દેખાવ પણ એકદમ સમાન દેખાઈ શકે છે. 
  • નવા થારમાં સ્ક્વીરીશ LED ટેલ-લેમ્પ્સ પણ મળશે, જે એક ઉચ્ચ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ છે.
  • 5 ડોર થારમાં 2.0L mStallion ટર્બો પેટ્રોલ અને 2.2L mHawk ટર્બો ડીઝલ એન્જિન મળી શકે છે. વર્તમાન થારની જેમ, 5-દરવાજાના થારમાં પણ 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.
  • 5 દરવાજા થારમાં બેઠક ક્ષમતા વધુ હશે.
  • મહિન્દ્રા 5 ડોર થારની કેબિન સ્પેસ મોટી હશે. તે વર્તમાન મોડલની તુલનામાં મોટા ટાયર અને વધુ સારું સસ્પેન્શન સેટઅપ આપશે. 

આ પણ વાંચો : રિસર્ચ કરવી પડે તેવી ઘટના : 4 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવી કેનાલ પરથી માંડ માંડ પસાર કરાયા મહાકાય રિએક્ટર

આ વિશેષતાઓ થારને બનાવશે ખાસ
માર્કેટના અપડેટ અનુસાર, મહિન્દ્રા 5 ડોર થાર 6 કલર ઓપ્શન સાથે ઓફર સાથે આવી શકે છે. જોકે, ડેશબોર્ડની ડિઝાઇન હાલના થાર જેવી જ દેખાશે. 5 દરવાજાની મહિન્દ્રા થારની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, ઓટોમેટિક એસી, રુફ માઉન્ટેડ સ્પીકર્સ મળશે. 5 ડોર થાર વર્તમાન 3 ડોર વેરિઅન્ટની સરખામણીમાં રૂપિયા એક લાખથી દોઢ લાખ મોંઘી હોઈ શકે છે.

જો આપણે 5-દરવાજાની મહિન્દ્રા થારની સુરક્ષા વિશેષતાઓ વિશે વાત કરીએ, તો તેમાં 6 એરબેગ્સ, હિલ સ્ટાર્ટ કંટ્રોલ, ESP, ISOFIX ચાઈલ્ડ માઉન્ટ અને વધુ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ જેવી સિસ્ટમ હશે. તેની સાથે તેમાં સેન્ટ્રલ લોકિંગ, રિયર પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news