મર્સિડીઝે લોન્ચ કરી પોતાની નવી GLE કાર, જાણો તેના લક્સરી ફીચર્સ અને કિંમત
લક્સરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેંઝે પોતાની GLE સીરીઝની કાર લોન્ચ કરી છે. મોટા વ્હીલ બેસ ફીચર્સ સાથે બજારમાં ઉતારવામાં આવેલી આ કારને હાલના જીએલઇથી વધુ આરામદાયક ગણાવવામાં આવી રહી છે. આ સીરીઝમાં મર્સિડીઝે બે વરિએન્ટ કાઢ્યા છે- GLE 300 d અને GLE 400 d. આ બંનેની શરૂઆતી કિંમત 73.70 લાખ અને 12.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: લક્સરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેંઝે પોતાની GLE સીરીઝની કાર લોન્ચ કરી છે. મોટા વ્હીલ બેસ ફીચર્સ સાથે બજારમાં ઉતારવામાં આવેલી આ કારને હાલના જીએલઇથી વધુ આરામદાયક ગણાવવામાં આવી રહી છે. આ સીરીઝમાં મર્સિડીઝે બે વરિએન્ટ કાઢ્યા છે- GLE 300 d અને GLE 400 d. આ બંનેની શરૂઆતી કિંમત 73.70 લાખ અને 12.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. નવી જીએલઇની ચોથી પેઢીની કારનું લોન્ગ વ્હીલ બેસ લક્સરી એસયૂવી વિભાગમાં એક નવું બેંચમાર્ક હશે.
આ છે ફીચર્સ
GLE 300 d માં 4 સિલિન્ડરનું એન્જીન છે જે 245HP છે 500MM નો ટોર્ક આપે છે. ફક્ત 7.2 સેકન્ડમાં આ કાર 0-100 kmphની ગતિ પકડી લે છે. તો બીજી તરફ GLE 400 d માં 6 સિલિન્ડરવાળું ઇન એન્જીન આપવામાં આવ્યું છે જોકે 330 hp ના પાવર અને 700 Nm નો ટોર્ક આપે છે. આ વેરિએન્ટની કાર 5.8 સેકન્ડમાં 0 થી 100 kmph ની ગતિ પકડી લે છે.
ઇંટિરિયર છે લાજવાબ
મર્સિડીઝ પોતાના કારને લક્સરી બનાવવા માટે ઇન્ટિરિયરમાં હંમેશાથી જ ધ્યાન આપે છે. કારમાં 12.3 ઇંચ વાઇડ ટચસ્ક્રીન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પેનોરોમિક સનરૂફ પણ કારમાં ઉપલબ્ધ છે. રાતની વિજિબિલિટીને ધ્યાનમાં રાખતાં ફૂલ એલઇડી હેડલેમ્પ લગાવવામાં આવ્યો છે. દરેક ઋતુમાં સુરક્ષિત સફર માટે આ કાર ફોર વ્હીલ ક્લાઇમેન્ટ કંટ્રોલથી સજ્જ છે. વેન્ટલિટેડ સીટ અને એંબિડેંટ ઓપ્શન પણ કારમાં ઉપલબ્ધ છે. તેમાં 7/9 એરબેગ્સ, સેન્ટર કંસોલ પર મલ્ટીફંક્શન ટચપેડ, એક્ટિવ બ્રેક અસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ અસિસ્ટ, ડ્રાઇવિંગ અસિસ્ટેંસ સિસ્ટમ, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD જેવા ખાસ ફિચર્સ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે