Mukesh Ambani ની દિવાળી ગીફ્ટ! યૂઝર્સને મળશે 3 મહીનાનું આ ફ્રી સબ્સક્રિપ્શન, જાણો કેવી રીતે

JioSaavn Diwali Offer: ઓનલાઈન મ્યૂઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioSaavn એ નવા યૂઝર્સ માટે એક ખાસ ફેસ્ટિવલ ઓફરની જાહેરાત કરી છે. પ્લેટફોર્મ પોતાની પ્રીમિયમ સર્વિસ JioSaavn Pro માટે ત્રણ મહિનાનું મફત સબ્સક્રિપ્શન આપી રહ્યું છે.

Mukesh Ambani ની દિવાળી ગીફ્ટ! યૂઝર્સને મળશે 3 મહીનાનું આ ફ્રી સબ્સક્રિપ્શન, જાણો કેવી રીતે

JioSaavn: દિવાળીના તહેવાર સામે છે. આ અવસર પર ઘણી કંપનીઓ પોતાના યૂઝર્સ માટે દિવાળી ઓફર્સ લઈને આવી રહી છે. આ અવસરે ઓનલાઈન મ્યૂઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioSaavn ના નવા યૂઝર્સ માટે એક ખાસ ફેસ્ટિવ ઓફરની જાહેરાત કરી છે. પ્લેટફોર્મ પોતાની પ્રીમિયમ સર્વિસ JioSaavn Pro માટે ત્રણ મહીનાનું મફત સબ્સક્રિપ્શન આપી રહી છે. જિયો સાવન રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની છે, જેના માલિક બિઝનેસમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી છે. આવો તમને જિયો સાવનની નવી ઓફર વિશે વિસ્તારથી જણાવીએ.

ઓફરનો ફાયદો
આ ઓફર હેઠળ નવા યૂઝર્સને એડ ફ્રી મ્યૂઝિકની સુવિધા મળે છે એટલે યૂઝર કોઈ પણ જાતની જાહેરાત વગર મ્યૂઝિકનો આનંદ લઈ શકે છે, તમે તમારી પસંદગીનું પ્લેલિસ્ટ બનાવી શકો છો અને અનલિમિટેડ ગીતો ડાઉનલોડ કરી શકો છો. Jio Saavn પર તમને 15 થી વધુ ભાષાઓમાં 10 કરોડથી વધુ ગીતો મળશે. તમને આ એપ પર તમામ પ્રકારના ગીતો મળશે, જેને તમે ગમે ત્યારે સાંભળી શકો છો.

દિવાળીના અવસર પર JioSaavn નો લક્ષ્ય નવા યૂઝર્સને આકર્ષવાનો અને તેમને પ્રીમિયમ મ્યૂઝિક સાંભળવાનો અનુભવ પ્રદાન કરવાનો છે. યૂઝર્સને ત્રણ મહિનાની ફ્રી ટ્રાયલ પીરિયડ મળે છે. પ્લેટફોર્મ પર ગીતોની એક મોટી લાઇબ્રેરી છે, જેમાં યુઝર્સ તેમના મૂડ પ્રમાણે ગીતો પસંદ કરી શકે છે.

ઓફરનો લાભ કેવી રીતે મેળવશો?
ઓફરનો લાભ લેવા માટે, નવા યૂઝર્સ JioSaavn Pro માટે સાઇન અપ કરી શકે છે અને ત્રણ મહિના સુધી અવિરત સંગીત સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે. JioSaavn Pro એ JioSaavn દ્વારા ઓફર કરાયેલ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન છે.

JioSaavn Pro ની વિશેષતાઓ

  • જાહેરાત વિનાનું મ્યૂઝિક - આના પર તમને કોઈપણ જાહેરાત વિના સંગીત સાંભળવાની સુવિધા મળે છે.
  • અનલિમિટેડ ડાઉનલોડ્સ - તમે તમારા મનપસંદ ગીતો ડાઉનલોડ કરી શકો છો અને તેમને ઑફલાઇન સાંભળી શકો છો.
  • હાઈ ક્વોલિટી ઓડિયો- તમે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઑડિઓ સાથે ક્રિસ્ટલ-સ્પષ્ટ અવાજ સાંભળી શકો છો.
  • રિકમેન્ડેશન - તમને તમારી સાંભળવાની પસંદગીઓના આધારે નવા ગીતો સાંભળવા માટે ભલામણો મળશે.
  • એક્સક્લૂસિવ કન્ટેન્ટ - તમને આના પર વિશિષ્ટ સામગ્રી મળે છે. અહીં તમને ઓરિજિનલ શો, પોડકાસ્ટ અને એક્સક્લૂસિવ કન્ટેન્ટ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news