ફર્સ્ટ ટાઈમ કાર લેતા પહેલાં જાણો આ સૌથી અગત્યના 7 સીક્રેટ, કોઈની સલાહની નહીં પડે જરૂર

જ્યારે પણ તમે નવી કાર ખરીદો છો, ત્યારે તેના માટે પહેલાંથી જ કેટલી બાબતોની તૈયારી કરીને રાખવી જોઈએ. કેટલી બાબતો અંગે સર્ચ કરીને રાખવું જોઈએ. એટલું જ નહીં પહેલીવાર નવી કાર લેવાની ગણતરી હોય તો આ આર્ટિકલમાં તમારા માટે ખાસ માહિતી છે.

ફર્સ્ટ ટાઈમ કાર લેતા પહેલાં જાણો આ સૌથી અગત્યના 7 સીક્રેટ, કોઈની સલાહની નહીં પડે જરૂર

નવી દિલ્હીઃ કાર લેવાનું સૌ કોઈનું સપનું હોય છે. એમાંય પોતાની લાઈફની પહેલી કાર ખરીદવાની મજા અને તેનો રોમાંચ તેની સાથે જોડાયેલી ફિલિંગ પણ કંઈક અલગ જ હોય છે. પછી ભલે તમે 50 ગાડીઓ ખરીદો આગળ જઈને પણ જેમ પહેલો પ્રેમ એ પહેલો પ્રેમ, એમ પહેલી ગાડી એ પહેલી ગાડી જ કહેવાય. શું તમે પહેલી વખત કાર લેવાનું વિચારી રહ્યાં છો? કાર લેતા પહેલાં તમારી પાસે આ 7 બાબતો અંગે હોવી જોઈએ જાણકારી. કાર ખરીદતી વખતે ઈન્શ્યોરન્સ કરાવવું સૌથી જરૂરી છે. લગભગ તમામ કંપનીઓ તેમના ડીલરો દ્વારા કારનો વીમો આપે છે, તેથી જો તમે બહારથી ઓછી કિંમતે વીમો મેળવતા હોવ, તો તમારી પાસે બહારથી વીમો લેવાનો વિકલ્પ છે.

પરિવાર નાનો હોય કે મોટો, આજની દુનિયામાં કાર દરેક માટે જરૂરી છે. આવી સ્થિતિમાં, જો તમે પહેલીવાર નવી કાર લઈ રહ્યાં છો, તો આજે અમે તમને આ પોસ્ટથી જરૂરી વિકલ્પો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. પહેલીવાર ગાડી લેવા જતાં પહેલાં નીચે આપેલાં પોઈન્ટર્સનું લીસ્ટ તમે જાણી લેજો તો ફાયદામાં રહેશો. કારણ કે ઘણી વખત એવું બને છે કે પહેલીવાર કાર ખરીદવાની ખુશીમાં આપણે ઘણી સુવિધાઓને નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ થોડા સમય પછી તેની ખામીઓ અને જરૂરિયાતો અંગે ખબર પડે છે. આવી સ્થિતિમાં, એવી ખાસ બાબતો છે જેના પર આપણે મુખ્યત્વે ધ્યાન આપવાની જરૂર છે.

1) સેફ્ટી ફિચર્સ-
સેફ્ટીની દ્રષ્ટિએ, તમારે કારમાં મળેલી એરબેગ્સ પર ધ્યાન આપવું જોઈએ. આ સંદર્ભમાં સરકારે કંપનીઓને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સિવાય એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ કારને વધુ ઝડપે ચલાવતી વખતે ઈમરજન્સી બ્રેકિંગ માટે ઉપયોગી છે, જેના કારણે કાર તમારા નિયંત્રણમાં રહે છે. જે અકસ્માતની શક્યતાઓ ઘટાડે છે. નવી કાર ખરીદતા પહેલા તેના સેફ્ટી ફીચર્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

2) તમારા બજેટમાં કાર જુઓ-
જ્યારે પણ તમે નવી કાર ખરીદો છો, ત્યારે તેના માટે તમારું નિશ્ચિત બજેટ નક્કી કરવું જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કાર ખરીદવા માટે શોરૂમમાં જઈએ છીએ, ત્યારે ત્યાં તમને વિવિધ મોડલ્સ અને બજેટ વિશે માહિતી આપવામાં આવે છે. તેથી બજેટ સેટ કરો. અને બજારમાં તમારા બજેટ પ્રમાણે કાર ખરીદો.

3) જુઓ અન્ય ફીચર્સ-
તમારે તમારા બજેટ પ્રમાણે કારના ફીચર્સ વિશે જાણવું જોઈએ. આનો મતલબ એ છે કે જો તમે કોઈ પણ કારને અગાઉથી મન રાખીને ખરીદી રહ્યા છો, તો તે પહેલા આ બાબતોનું ધ્યાન રાખો કે તમારી કારમાં તેના બજેટ પ્રમાણે તમામ ફીચર્સ છે કે નહીં, જેમ કે સારી સાઉન્ડ સિસ્ટમ, પાવર વિન્ડોઝ, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ અથવા સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટલ કલ્સ્ટર વગેરે. આ સાથે કોઈપણ કાર ખરીદતા પહેલા તેની ટેસ્ટ ડ્રાઈવ જરૂર કરવી જોઈએ.

4) ઈન્શ્યોરન્સ કરાવતા વખતે રહો સતર્ક-
કાર ખરીદતી વખતે ઈન્શ્યોરન્સ કરાવવું સૌથી જરૂરી છે. લગભગ તમામ કંપનીઓ તેમના ડીલરો દ્વારા કારનો વીમો આપે છે, તેથી જો તમે બહારથી ઓછી કિંમતે વીમો મેળવતા હોવ, તો તમારી પાસે બહારથી વીમો લેવાનો વિકલ્પ છે.

5) કારની મેઈન્ટેન્સ ખર્ચને સમજો-
કાર ખરીદ્યા પછી, વાહનના મેન્ટેનન્સ અને માઈલેજનો બોજ ખિસ્સા પર રહે છે, આવી સ્થિતિમાં, તમારી પસંદગીની કાર પસંદ કરતી વખતે, તેની માઈલેજ અને મેઈન્ટેનન્સ ખર્ચ વિશે સમજી લો, ચાલો તમને જણાવીએ કે, કારની જાળવણી ડીઝલ કાર પેટ્રોલ કાર કરતા વધારે છે. તેથી કાર ખરીદતી વખતે મેઈન્ટેનન્સ અને માઈલેજનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા બજેટ અનુસાર બજારમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રિક કાર વિશે પણ વિચારી શકો છો, કારણ કે EV કાર ઝીરો મેન્ટેનન્સ સાથે આવે છે.

6) કારનું ઈંધણ-
વર્તમાન સમયમાં ચાર પ્રકારની ગાડીઓ બજારમાં ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રીક કાર, સીએનજી કાર, પેટ્રોલ અને ડીઝલવાળી કાર. હવે તમને કઈ ગાડી પોસાય એમ છે તે પણ ચકાસી લેજો. પેટ્રોલ-ડિઝલનો ભાવ, સીએનજી ગેસનો ભાવ અને ઈલેક્ટ્રીક કારનો ભાવ કેટલો છે તેના ચાર્જિંગમાં કેટલો ખર્ચ થાય છે આ મુદ્દાઓ જાણી લેજો.

7) કારની કંપની અને મોડલ-
ગમે ત્યારે તમે કોઈપણ કાર લેવાનું વિચારો એ વખતે સૌથી પહેલાં કારની કંપની અંગે તમારી પાસે માહિતી હોવી જોઈએ. જેતે મોડલની કાર અંગે પુરતી જાણકારી લેવી. કારનું મોડલ અને વર્જન પણ જાણી લેવું. કંઈ કંપનીની કારની બજારમાં સારી માર્કેટ વેલ્યુ છે અને કઈ કંપનીની રિસેલ વેલ્યુ સારી છે તે પણ જાણી લેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news