નવી રેલવે એપ લોન્ચ, કન્ફર્મ ટ્રેન ટિકિટની સાથે મળશે સફરમાં મળશે આ સુવિધા
piponet railway app: ટ્રેન ટિકિટ બુકિંગ માટે એક નવી મોબાઇલ એપ pipone લોન્ચ થઈ ગઈ છે. તેમાં ટ્રેન ટિકિટની સાથે ઘણી શાનદાર સર્વિસ ઓફર કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ NuRe ભારત રેલવે નેટવર્ક અને એરટેલ તરફથી એક નવી રેલવે એપ PIPOnet લોન્ચ કરી દેવામાં આવી છે. હવે ઓલ ન્યૂ રેલવે પેસેન્જર એપમાં એક સાથે ઘણી સર્વિસનો લાભ ઉઠાવી શકાશે. તેમાં ઈ-ટિકટિંગની સાથે સફર દરમિયાન રોકાવા માટે હોટલ બુકિંગ અને એન્ટરટેઈનમેન્ટ એપ્સને સામેલ કરવામાં આવી છે. RailTel એ કહ્યું કે તેના તરફથી NuRe ભારત નેટવર્કની સાથે એક્સક્લૂસિવ પાર્ટનરશિપ કરી છે.
આગામી સપ્તાહ સુધી લોન્ચ થઈ શકે છે એપ
આ એપ આગામી બે સપ્તાહમાં એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ થઈ જશે. પરંતુ એપ iOS યૂઝર્સ માટે ક્યાં સુધી ઉપલબ્ધ થશે, તેની કોઈ જાણકારી સામે આવી નથી. કંપનીના દાવા પ્રમાણે તેના તરફથી એપમાં Uber, Ola જેવી સર્વિસને ઇન્ટીગ્રેટ કરી દેવામાં આવી છે. આ સિવાય એપ પર પેસેન્જર ઓનલાઇન ટ્રેન ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, રોકાવા માટે રિઝર્વેશન, ફૂડ જેવી સુવિધાઓ મળે છે. આ એપ પર જાહેરાત માટે પણ જગ્યા હાજર છે. કંપનીએ એપથી આગામી પાંચ વર્ષમાં 1000 કરોડ રૂપિયાના રેવેન્યૂનું લક્ષ્ય રાખ્યું છે.
ફ્રીમાં નહીં મળે સર્વિસ
નોંધનીય છે કે આ એપ પર ટિકિટની સાથે કોઈપણ સર્વિસ ફ્રીમાં આપવામાં આવશે નહીં. એટલે કે તમાટે ઓનલાઇન ટ્રેન ટિકિટ માટે પણ પૈસા આપવા પડશે. સાથે જો તમે અન્ય સર્વિસનો લાભ લેવા ઈચ્છો છો તો તે માટે પણ ચુકવણી કરવી પડશે.
સિંગલ એપમાં અનેક સુવિધા
PIPOnet ના સિંગલ રેલવે એપમાં તમને ઘણી અન્ય એપ્સની સુવિધાઓ મળશે. તેવામાં યૂઝર્સે અલગ-અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે