નકલી હળદર, મરચાં અને પનીર બાદ હવે ગુજરાતમાં નકલી વરિયાળીની ફેક્ટરી ઝડપાઈ, થયા મોટા ખુલાસા
મોરબી જીલ્લાના હળવદમાં ફેકટરીમાંથી 1.12 કરોડની કિમતનો કેમિકલયુક્ત વરીયાળીનો જથ્થો પકડવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે કામ થતુ હતુ અને માલ ક્યાં જતુ હતુ તે બાબતે કારખાનાના મજુર દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી: નકલી હળદર, મરચાં અને પનીર બાદ હવે ગુજરાતમાં નકલી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મોરબીના હળવદમાં ફેક્ટરી ચલાવતા મસાલા માફિયાઓ ગુજરાત બહાર પણ નકલી વરિયાળી વેચતા હતા. મોરબી જીલ્લાના હળવદમાં ફેકટરીમાંથી 1.12 કરોડની કિમતનો કેમિકલયુક્ત વરીયાળીનો જથ્થો પકડવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે કામ થતુ હતુ અને માલ ક્યાં જતુ હતુ તે બાબતે કારખાનાના મજુર દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા.
'બાબા પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ લઇ ગયા હોત તો' રાજકોટના પરિવારે શું હૈયાવરાળ ઠાલવીએ આઘા રહેજો..બસ આવી! ગોંડલમાં ST બસને બસ સ્ટેન્ડમાં જ દુર્ઘટના ટળી! અનેક લોકો બચ્યા
હળવદ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોની સસ્તા ભાવની વરીયાળી ખરીદી લેવામાં આવે અને તેમા ભેળસેળ કરવામાં આવતી હતી અને સસ્તી વરીયાળીને ઊંચા ભાવે વેચવા માટે પેકિંગ ભેળસેળ યુક્ત માલ પંજાબમાં વેચતા હતા. હાલમાં પોલીસે કેમિકલયુક્ત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી 49,130 કિલોગ્રામ કીમત રૂ 1,00,71,650, સાદી વરીયાળી 6400 કિલોગ્રામ કીમત રૂ 10,24,0000, કેમિકલયુક્ત અલગ અલગ કલરનો પાવડર 3025 કિલોગ્રામ કીમત 1,81,500 સહિત 1,12,82,150 ની કિમતનો મુદામાલ કબ્જે કર્યો છે.
વર્તમાન સમયમાં દૂધ, અનાજ, કઠોળ, મસાલા, તેલ વગેરેમાં ભેળસેળ થતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂક્યું છે દરમિયાન હવે લોકોએ મુખવાસ ખાતા પણ સાવધાન રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હળવદ નજીક આવેલ માર્કેટ યાર્ડની પાછળના ભાગમાંથી વરીયાળીમાં ભેળસેળ કરતાં એક શખની અટકાયત કરવામાં આવેલ છે અને હાલમાં ૧.૧૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી એફએસએલ તથા ફુડ વિભાગની ટીમ દ્વારા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.
હળવદના માર્કેટ યાર્ડ પાસે આવેલ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં વરિયાળીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં રાત્રે રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી અંદાજે ૫૩ હજાર કિલો જેટલી વરિયાળીનો જથ્થો મળી આવતા પોલીસે વરીયાળી તથા મોબાઈલ સહિતનો અન્ય મુદ્દા માલ કબજે કરીને ૧.૧૨ કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કરીને હાલમાં સીઆરપીસી ૧૦૨ મુજબ તે મુદ્દામાલને કબજે કરીને હિતેશભાઈ મુકેશજી અગ્રવાલ (૩૬) રહે. હાલ વસંત પાર્ક સોસાયટી હળવદ વાળાની અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના હળવદમાં ફેકટરીમાંથ એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી મુદામાલ કબજે કરેલ છે ત્યાં છેલ્લા બે વર્ષથી ગોડાઉન ભાડે રાખી માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોની સસ્તા ભાવની વરીયાળી ખરીદી તેમા ભેળસેળ કરતા હતા અને ત્યાંથી બહારના રાજ્યમાં વરીયાળી વેચતા હોવાનું ખુલ્યું છે હાલમાં પોલીસે કેમિકલયુક્ત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી 49,130 કિલોગ્રામ કીમત રૂ 1,00,71,650, સાદી વરીયાળી 6400 કિલોગ્રામ કીમત રૂ 10,24,0000, કેમિકલયુક્ત અલગ અલગ કલરનો પાવડર 3025 કિલોગ્રામ કીમત 1,81,500 અને એક મોબાઈલ કીમત રૂ 5000 મળીને કુલ રૂ 1,12,82,150 ની કિમતનો મુદામાલ કબ્જે કર્યો છે.
હળવદ ના કારખાનામાં વરીયાળીમાં જે ભેળસેળ કરવામાં આવતી હતી તે માલ મોટાભાગે પંજાબના જુદા જુદા વિસ્તારોની અંદર મોકલવામાં આવતો હતો તેવી માહિતી ત્યાં કામ કરતા શ્રમિકો પાસેથી મળી રહી છે અને આ કારખાનાની અંદર કામ કરતાં શ્રમિકો મોટાભાગે રાજસ્થાન વિસ્તારમાંથી લઈને આવતા હતા તેવી પણ માહિતી પોલીસ વિભાગ પાસેથી જાણવા મળે છે જોકે વરિયાળીમાં કઈ પ્રકારનું કેમિકલ અને કલર મિશ્ર કરવામાં આવતો હતો તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
હાલમાં પોલીસે આરોપી હિતેશ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલને પકડેલ છે અને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે તેમજતેના કબજામાંથી જે વરિયાળીનો જથ્થો મળી આવ્યો છે તેના એફએસએલ અને ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બજારમાંથી સસ્તી વરીયાળી મેળવીને તેના ઉપર કલર કરી લીલી વરિયાળી બનાવી તેને પેકિંગમાં પેક કરીને વેચવામાં આવતી હોવાનું હાલમાં સામે આવ્યું છે જોકે હવે ફૂડ વિભાગ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે