Porsche Taycan: આ છે ભારતની સૌથી શાનદાર અને પાવરફુલ ઈલેક્ટ્રિક કાર!
ટેક્નોલોજી માર્કેટનો આખો લુક બદલી નાખે છે, આ ઘટના દરરોજ નથી બનતી અને આજની તારીખમાં ઈલેક્ટ્રિક વાહનો આ જ કામ કરી રહ્યા છે. જ્યારે કેટલાક કાર ઉત્પાદકો આ કરવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા છે, તો કેટલાકને આમાં સફળતા પણ મળી રહી છે.
Trending Photos
નવી દિલ્લીઃ ટેક્નોલોજી માર્કેટનો આખો લુક બદલી નાખે છે, આ ઘટના દરરોજ નથી બનતી અને આજની તારીખમાં ઈલેક્ટ્રિક વાહનો આ જ કામ કરી રહ્યા છે. જ્યારે કેટલાક કાર ઉત્પાદકો આ કરવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા છે, તો કેટલાકને આમાં સફળતા પણ મળી રહી છે. ઉદાહરણ તરીકે, પોર્શ(Porsche)એ, જે શાનદાર સ્પોર્ટ્સ કાર બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પોર્શે તાજેતરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બજારમાં પ્રવેશ કર્યો છે અને ખૂબ જ શક્તિશાળી ઈલેક્ટ્રિક કાર Taycan રજૂ કરી છે. કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર હોવા છતાં, પોર્શ ટાયકને 2021માં વૈશ્વિક બજારના વેચાણમાં કંપનીની આઈકોનિક 911ને પાછળ છોડી દીધી છે.
આ કારને પહેલી નજરે જોતા જ તમે સમજી શકશો કે કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોની ડિઝાઈનમાં કેટલી આગળ વધી છે. આ ઈલેક્ટ્રિક કાર દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તમને ખ્યાલ પણ નહીં હોય કે તે ઈલેક્ટ્રિક પાવરથી ચાલતી કાર છે. Taycan પોર્શની ફેમિલી ડિઝાઈન પર બનેલી કાર છે, જેના બુટ અદભૂત ઈન્વર્ટેડ L-આકારની ચાર-પોઈન્ટ LED લાઈટોથી સજ્જ છે. ઉપરાંત કારની બંને બાજુએ યુનિક ફ્લશ ડોર હેન્ડલ્સ, સેન્સર આધારિત ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યા છે. કેબિન-
પોર્શની Taycanની કેબિનમાં શાનદાર ફીચર્સ અને શાનદાર ડિઝાઇન મળશે તે નિશ્ચિત છે. Taycan ઈલેક્ટ્રિક સુપરકારમાં એવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે જેની તમે લક્ઝરી કાર પાસેથી અપેક્ષા રાખશો. આ ક્રમ પેનોરેમિક ફિક્સ્ડ ગ્લાસ રૂફથી શરૂ થાય છે. તેના ફ્રી એસી આઉટલેટ્સ પણ આકર્ષક લાગે છે અને તમને કારની કેબિનમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળે છે. ડેશબોર્ડની ટોચ પરનો ક્રોનો પોર્શની રેસિંગ કારની યાદ અપાવે છે. શાનદાર ફીચર્સ-
Porsche Taycan 16.8-ઈંચનું ફોલ્ડ ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જે આપણે આજ સુધી કોઈ કારમાં જોયું નથી. આ સિવાય કારની કેબિનમાં 4 વધુ સ્ક્રીન આપવામાં આવી છે, એક સેન્ટ્રલ ટનલ પર, 2 ડેશબોર્ડ પર અને એક કારના પાછળના ભાગમાં. જો કે Taycanમાં ચાર લોકોની બેઠક વ્યવસ્થા મળે છે, પરંતુ રિક્વેસ્ટ પર આ કારને 5-સીટરમાં પણ બદલી શકાય છે. જો કે, આ કાર 5-સીટર હોય ત્યારે તે એટલી આરામદાયક રહેતી નથી, ખાસ કરીને પાછળના મુસાફરો માટે. રેન્જ અને પર્ફોર્મેન્સ-
Porsche Taycan 2 અલગ અલગ બેટરી પેક સાથે આવે છે, જેમાં 79.2 kW-hr અને 93.4 kW-hr બેટરી પેકનો સમાવેશ થાય છે. કંપનીએ આ કારને સિંગલ ચાર્જમાં 484 કિમી સુધી ચાલવાનો દાવો કર્યો છે. કારનું ટોપ મોડલ માત્ર 2.8 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. પોર્શ ટાયકન પસંદ કરવા માટે ઘણા પ્રકારો ઓફર કરે છે જેમાં સ્ટાન્ડર્ડ, ટર્બો, ટર્બો એસ અને 4એસનો સમાવેશ થાય છે. કારનો પાવર-
કારનું ટોપ મોડલ ટર્બો એસ 761 હોર્સપાવર અને 1050 Nm પીક ટોર્ક જનરેટ કરે છે, આ આંકડો તેને ભારતની સૌથી ઝડપી ઈઇલેક્ટ્રિક કાર બનાવે છે. બીજી તરફ, સૌથી વધુ સસ્તી Taycan, રીઅર-વ્હીલ ડ્રાઇવ સેટઅપ સાથે આવે છે જે 408 હોર્સપાવર આપે છે. Taycan 4S 530 હોર્સપાવર જનરેટ કરે છે, જ્યારે તેનું ટર્બો વેરિઅન્ટ 680 હોર્સપાવર જનરેટ કરે છે. આપને જણાવી દઈએ કે એન્ટ્રી લેવલ સિવાય, આ ઈલેક્ટ્રિક સુપરકારના તમામ વેરિયન્ટ ઓલ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે. કિંમત-
Porsche Taycanની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 1.5 કરોડ છે જે તેના ટોપ મોડલ માટે રૂ. 2.31 કરોડ સુધી જાય છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક સુપરકારને 7 વેરિયન્ટ, 2 બોડી ટાઈપ અને 2 પ્રકારના બેટરી પેક સાથે રજૂ કરવામાં આવી છે. એકંદરે, આ કાર ચોક્કસપણે ખૂબ જ મોંઘી છે પરંતુ તેને ખરીદવામાં કોઈ નુકસાની નથી. ઈલેક્ટ્રિક કાર તરીકે તેનું પ્રદર્શન જબરદસ્ત છે અને સ્ટાઇલની દ્રષ્ટિએ પણ આ કાર અદભૂત છે. ભલે તમારે આ કાર ખરીદવા માટે મોટી રકમ ખર્ચવી પડે, પરંતુ તેને ચલાવતા તમે માની જશો કે આ કાર પૈસા વસુલ છે. આ ઉપરાંત તેનાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે