PNG Discount Offer: ઘરેલૂ PNG કસ્ટમર માટે સારા સમાચાર, ‘સેલ્ફ’ બિલિંગમાં મળશે છૂટ
PNG Billing Discounts Offer: દેશભરમાં વધેલી મોંઘવારીએ મુશ્કેલી વધારી દીધી છે. ખાવા-પીવાથી માંડીને પેટ્રોલ-ડીઝલ અને રસોઈમાં વપરાતા ગેસની કિંમતોમાં વધારો થઈ ગયો છે. પરંતુ જો તમે રસોઈમાં PNGનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે.
Trending Photos
નવી દિલ્લીઃ જો તમે પણ રસોઈમાં PNG ગેસનો ઉપયોગ કરો છો, તો આ ખબર તમારા માટે છે. તમે PNGનું બિલ ભરતા સમયે કેટલીક છૂટછાટનો ફાયદો ઉઠાવી શકો છો. જણાવીએ કેવી રીતે. દેશભરમાં વધેલી મોંઘવારીએ મુશ્કેલી વધારી દીધી છે. ખાવા-પીવાથી માંડીને પેટ્રોલ-ડીઝલ અને રસોઈમાં વપરાતા ગેસની કિંમતોમાં વધારો થઈ ગયો છે. પરંતુ જો તમે રસોઈમાં PNGનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે. IGL ઘરેલૂ PNG કસ્ટમર્સને કંપનીની મોબાઈલ એપના માધ્યમથી ‘સેલ્ફ બિલિંગ’ ઓપ્શન પસંદ કરવા પર બિલમાં છૂટછાટ આપે છે. તમે પણ આ છૂટનો લાભ ઉઠાવી શકો છો.
15 રૂપિયાની છૂટ મળશે:
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)ની વેબસાઈટ મુજબ, IGL કનેક્ટ મોબાઈલ એપ પરથી સેલ્ફ બિલિંગનો ઓપ્શન યુઝ કરીને રકમની ચૂકવણી કરવા પર PNG બિલમાં 15 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. એટલે કે તમે સેલ્ફ બિલિંગ કરીને 15 રૂપિયા પ્રતિ બિલની છૂટ મેળવી શકો છો. આ માટે તમારે મોબાઈલમાં IGL Connect મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. IGL કનેક્ટ એપ ડાઉનલોડ કરવી પડશે?
IGLની વેબસાઈટ મુજબ, સામાન્ય રીતે મીટર રીડર કસ્ટમરના ઘરેથી દર 2 મહિને એકવાર રીડિંગ લેવા આવે છે અને તેના આધારે બિલ જનરેટ થાય છે. સેલ્ફ બિલિંગના માધ્યમથી કસ્ટમર IGL કનેક્ટ એપના માધ્યમથી મીટર રીડિંગ પંચ કરીને બિલિંગ શરૂ કરી શકે છે. આ માટે કસ્ટમરે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી IGL કનેક્ટ ડાઉનલોડ કરવુ પડશે.
આ રીતે કરો સેલ્ફ બિલિંગ:
- સૌથી પહેલા IGL કનેક્ટ એપ ખોલો.
- હવે કસ્ટમરને પોતાના BP નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને IGL કનેક્ટ એપમાં લોગ-ઈન કરવાનું રહેશે.
- હવે ખાતરી કરી લો કે તમે તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર ફાસ્ટ પ્રોસેસિંગ અને બિલ ડિલીવરી માટે ઈ-બિલ સબસ્ક્રાઈબર છે.
- એપમાં ‘Self Billing’ પર ક્લિક કરો અને મીટર રીડિંગ (ડાબી બાજુથી જમણી બાજુ) નોંધો.
- હવે મીટરની રિયલ-ટાઈમ ક્લિયર તસ્વીર અપલોડ કરો અને સબમીટ કરો.
- 24 કલાકમાં તમારુ બિલ જનરેટ થઈ જશે અને તેની કોપી મેલ પર આવી જશે.
- જરૂર પડ્યે હાર્ડ કોપી લઈ શકો છો.
- અહીં ધ્યાન રાખો કે, બે ‘સેલ્ફ બિલિંગ’ વચ્ચે 21 દિવસનું અંતર હોવુ જરૂરી છે.
- આ પ્રક્રિયા બાદ બીજી બિલ સાયકલ માટે તમને છૂટ મળી જશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે