Jio નો ધમાકેદાર પ્લાન, અનલિમિટેડ કોલની સાથે 84 દિવસની વેલિડિટી, એક દિવસનો ખર્ચ માત્ર 5 રૂપિયા
Reliance Jio Plan: રિલાયન્સ જિયો યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે વિવિધ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. પ્લાનમાં કંપની ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા આપે છે.
Trending Photos
Reliance Jio: રિલાયન્સ જિયો ઘણા એવા પ્લાન ઓફર કરી રહી છે જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. જો તમે પણ જિયોના લાંબી વેલિડિટીવાળા પ્લાન જોઈ રહ્યાં છો તો આ પ્લાન તમને કામ આવી શકે છે. જિયો 395 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપે છે. જો તમે પણ જિયો પ્રીપેડ ગ્રાહક છો અને 3 મહિનાો પ્લાન શોધી રહ્યાં છો તો તમારા માટે 395 રૂપિયાનો પ્લાન બેસ્ટ છે. આ પ્લાનનો એક દિવસનો ખર્ચ 5 રૂપિયા આવે છે.
રિલાયન્સ જિયોનો 395 રૂપિયાનો પ્લાન
જિયોના 395 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. રિલાયન્સ જિયોનનો 395 રૂપિયાનો પ્લાન તે ગ્રાહકો માટે છે જે લાંબી વેલિડિટી શોધી રહ્યાં છે. ગ્રાહકોને કુલ 6જીબી ડેટા મળશે. દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલ અને 1000 એસએમએસ ફ્રી મળશે. આ ડેટા પૂરો થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે.
રિલાયન્સ જિયોના 395 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
આ 395 રૂપિયાના જિયો પ્લાનમાં ગ્રાહકોને ઈન્ટરનેટ ડેટા, કોલિંગ અને એસએમએસ સિવાય અન્ય બેનિફિટ્સ મળે છે. તેમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું એક્સેસ મળે છે. જો તમારો ફોન અને એરિયામાં 5જી છે તો તમને આ પ્લાનમાં 5જી સર્વિસ પણ મળશે. એટલે કે તમે અનલિમિટેડ 5જી ડેટા વાપરી શકો છો.
જિયોનો 299 રૂપિયાનો પ્લાન
299 રૂપિયાવાળો રિલાયન્સ જિયો પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને 2જીબી ડેટા પ્રમાણે કુલ 56 જીબી ડેટા મળે છે. ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટી 64kbps થઈ દાય છે. આ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલની પણ સુવિધા મળે છે. પ્લાનમાં 100 ફ્રી એસએમએસ આપવામાં આવે છે. જિયોના પ્લાનમાં ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે