Reliance Jio એ લોન્ચ કર્યા નવા પ્લાન, ઓછી કિંમતે 28 દિવસ સુધી રોજ મેળવો 1GB ડેટા, જાણો અન્ય Benefits

Jio  યૂઝર્સને ખુશ કરવા માટે ઓછી કિંમતવાળા પ્લાન લઈને આવ્યું છે. જેમાં પ્રતિદિન 1 GB ડેટા અને અનેક ફાયદા અપાઈ રહ્યા છે.

Reliance Jio એ લોન્ચ કર્યા નવા પ્લાન, ઓછી કિંમતે 28 દિવસ સુધી રોજ મેળવો 1GB ડેટા, જાણો અન્ય Benefits

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ પોતાના પ્લાન મોંઘા કરી નાખ્યા છે. કેટલાક પ્લાન્સમાં થોડા ફેરફાર કર્યા છે ત્યારબાદ જિયોના નવા પ્લાન જાહેર થયા છે. Jio  યૂઝર્સને ખુશ કરવા માટે ઓછી કિંમતવાળા પ્લાન લઈને આવ્યું છે. જેમાં પ્રતિદિન 1 GB ડેટા અને અનેક ફાયદા અપાઈ રહ્યા છે. નવા પ્લાન જિયોની ઓફિશિયલ વેબસાઈટ પર જોવા મળી રહ્યા છે. રિલાયન્સ જિયોના આ પ્લાનનો  ભાવ 209 રૂપિયા  (Reliance Jio Rs 209 Prepaid Plan) છે. 

Reliance Jio Rs 209 Prepaid Plan
રિલાયન્સ જિયોના 209 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝરને રોજ 1 જીબી ડેટા મળે છે. એટલે કે યૂઝરને કુલ 28 જીબી ડેટા મળશે. આ ઉપરાંત કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. વધારાના લાભની વાત કરીએ તો જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન ઉપરાંત કંપની પાસે 149 અને 179 વાળો પ્લાન પણ છે. આવો જાણીએ તેમના વિશે...

Reliance Jio Rs 179 Prepaid Plan
રિલાયન્સ જિયોના 179 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનમાં યૂઝરને રોજ એક જીબી ડેટા મળે છે. એટલે કે યૂઝરને કુલ 24 જીબી ડેટા મળશે. આ ઉપરાંત કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળે છે. વધારાના લાભની વાત કરીએ તો જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. 

Reliance Jio Rs 149 Prepaid Plan
રિલાયન્સ જિયોના 149 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. આ પ્લાનમાં યૂઝરને રોજ 1GB ડેટા મળે છે. એટલે કે યૂઝરને કુલ 20GB ડેટા મળશે.  આ ઉપરાંત કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળે છે. વધારાના લાભની વાત કરીએ તો જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news