Royal Enfield : Super Meteor 650 ક્રૂઝર લોન્ચ, બાઈક નહીં આતો વટની વાત અને 'ઈજ્જત' નો સવાલ છે!

Royal Enfield: કંપનીએ Super Meteor 650ને નવી ફ્રેમમાં બનાવી છે અને આ બાઇકમાં 650 Tween એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 47hp પાવર અને 52Nm ટોર્ક જનરેટ કરે છે. Royal Enfield આ બાઇક માટે એક વિશાળ એસેસરીઝ પેકેજ પણ ઓફર કરી રહી છે, આ સિવાય કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ એક્સેસરીઝની મદદથી તમે તમારી પસંદ મુજબ બાઇકને વધુ સારો લુક આપી શકો છો.

Royal Enfield : Super Meteor 650 ક્રૂઝર લોન્ચ, બાઈક નહીં આતો વટની વાત અને 'ઈજ્જત' નો સવાલ છે!

Royal Enfield/Super Meteor 650: દેશની અગ્રણી બાઇક ઉત્પાદક Royal Enfield એ તેની બહુપ્રતિક્ષિત ક્રુઝર બાઇક Super Meteor 650 ને સ્થાનિક બજારમાં લોન્ચ કરી છે. ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં આવતી આ બાઇકની પ્રારંભિક કિંમત 3.49 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ ગયા વર્ષે EICMA મોટરસાઇકલ શો અને રાઇડર મેનિયામાં પણ આ બાઇક રજૂ કરી હતી, ત્યારથી ભારતીય ગ્રાહકો આ બાઇકની રાહ જોઈ રહ્યા હતા. આ બાઇક ત્રણ કલર વેરિઅન્ટમાં આવી રહી છે.

એન્ટ્રી લેવલ (Astral) એટલે કે સૌથી સસ્તું વેરિઅન્ટ સિંગલ ટોન કલર (બ્લેક, બ્લુ અને ગ્રીન)માં આવે છે, જેની કિંમત રૂ. 3.49 લાખ છે. તે જ સમયે, મિડ-સ્પેક્સ વેરિઅન્ટ  (Interstellar)   ગ્રે અને ગ્રીન ડ્યુઅલ ટોન કલરમાં રજૂ કરવામાં આવ્યું છે, જેની કિંમત 3.64 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સિવાય, કંપનીએ ટોપ વેરિઅન્ટ (Celestial) માં કેટલીક એસેસરીઝ પણ સામેલ કરી છે, જેમ કે ફ્રન્ટ વિન્ડસ્ક્રીન, ટૂરિંગ સીટ, પિલન બેકરેસ્ટ વગેરે. આ વેરિઅન્ટની કિંમત 3.79 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કંપનીએ Super Meteor 650ને નવી ફ્રેમમાં બનાવી છે અને આ બાઇકમાં 650 Tween એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 47hp પાવર અને 52Nm ટોર્ક જનરેટ કરે છે. Royal Enfield આ બાઇક માટે એક વિશાળ એસેસરીઝ પેકેજ પણ ઓફર કરી રહી છે, આ સિવાય કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ એક્સેસરીઝની મદદથી તમે તમારી પસંદ મુજબ બાઇકને વધુ સારો લુક આપી શકો છો.

આ બાઇકનું કુલ વજન 241 કિલો છે અને તેમાં 15.7 લીટરની ક્ષમતાવાળી ફ્યુઅલ ટેન્ક છે. આ બાઇકમાં 135mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. બ્રેકિંગ ડ્યુટી આગળના ભાગમાં 320mm ડિસ્ક અને પાછળના ભાગમાં 300mm યુનિટ દ્વારા નિયંત્રિત થાય છે. ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ આ બાઇકની સીટીંગ પોઝીશન વધુ સારી રાખવામાં આવી છે જેથી લાંબા અંતરની રાઈડને આરામદાયક બનાવી શકાય.

Super Meteor 650 કુલ પાંચ રંગ વિકલ્પો સાથે આવી રહી છે, જેમાં એસ્ટ્રલ બ્લેક, એસ્ટ્રલ બ્લુ, એસ્ટ્રલ ગ્રીન, ઇન્ટરસ્ટેલર ગ્રે અને ઇન્ટરસ્ટેલર ગ્રીનનો સમાવેશ થાય છે. તે જ સમયે બે રંગોનો વિકલ્પ - સેલેસ્ટિયલ રેડ અને સેલેસ્ટિયલ બ્લુનો વિકલ્પ ઉપલબ્ધ છે. ટૂરિંગ વેરિઅન્ટમાં મોટી વિન્ડસ્ક્રીન, ડીલક્સ ટૂરિંગ સીટ, પિલિયન બેકરેસ્ટ વગેરે પણ છે. કંપનીએ નવી Super Meteor 650 માટે સત્તાવાર બુકિંગ પણ શરૂ કરી દીધું છે અને 1 ફેબ્રુઆરીથી બાઇકની ડિલિવરી શરૂ કરવાની યોજના ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news