આવી ગયો સેમસંગનો સ્ટાઇલિશ સ્માર્ટફોન, 50 મેગાપિક્સલના કેમેરા સાથે મળશે આ ફીચર્સ

ભારતમાં સેમસંગ ગેલેક્સી F23 5G ના બેસ 4જીબી રેમ+ 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17499 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના 6GB + 128GB મોડલની કિંમત 18499 રૂપિયા રાખવામાં આવી છે.

આવી ગયો સેમસંગનો સ્ટાઇલિશ સ્માર્ટફોન, 50 મેગાપિક્સલના કેમેરા સાથે મળશે આ ફીચર્સ

નવી દિલ્હીઃ Samsung Galaxy F23 5G ને ભારતમાં આજે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. સેમસંગ ફોન ગેલેક્સી F22 ના સક્સેસરના રૂપમાં આવ્યો છે, જે પાછલા વર્ષે લોન્ચ થયો હતો. સેમસંગ ગેલેક્સી F23 5G વોયસફોકસ નામના એક ફીચરની સાથે પ્રીલોડેડ છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ ambient noise ને ઓછો કરવા અને કોલ કરતા સમયે અવાજ વધારવામાં મદદ કરે છે. ફોનની અન્ય ખાસિયતો વિશે વાત કરીએ તો તેમાં 120Hz ડિસ્પ્લે, 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 12-બેન્ડ 5G કનેક્ટિવિટી સામેલ ચે. સેમસંગ ગેલેક્સી F23 5G નો મુકાબલો  Redmi Note 11T 5G, iQoo Z3 અને Realme 9 Pro 5G સાથે થશે. 

Samsung Galaxy F23 5G કિંમત અને ભારતમાં લોન્ચ ઓફર્સ
ભારતમાં સેમસંગ ગેલેક્સી F23 5G ના બેસ 4જીબી રેમ+ 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17499 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના 6GB + 128GB મોડલની કિંમત 18499 રૂપિયા રાખવામાં આવી છે. ફોન બે કલર ઓપ્શનમાં આવે છે જે એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન. સેમસંગ ગેલેક્સી  F23 5G નો સેલ ફ્લિપકાર્ટ, Samsung.com અને દેશભરના રિટેલ સ્ટોર્ટ પર 16 માર્ચથી મળશે. 

સેમસંગ ગેલેક્સી F23 5G પર લોન્ચ ઓફરમાં આઈસીઆઈસીઆઈ બેન્ક કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે 1 હજારનું તત્કાલ કેશબેક, સાથે બે મહિના માટે યૂટ્યૂબ પ્રીમિયમનો લાભ મળશે. મહત્વનું છે કે આ ફોન ક્રમશઃ 14999 રૂપિયા અને 15999 રૂપિયાની ઇન્ટ્રોડક્ટરી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 

Samsung Galaxy F23 5G ના સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી  F23 5G ફોન Android 12 પર ચાલે છે. ફોનને બે વર્ષના ઓએસ અપગ્રેડ અને ચાર વર્ષના સુરક્ષા અપટેડ મળવાનો વચન આપવામાં આવ્યું છે. તે 120Hz  રિફ્રેશ રેટની સાથે 6.6 ઇંચની ફુલ-એચડી+ઇનફિનિટી-યૂ ડિસ્પ્લે અને કોર્નિંગ 5G ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G SoC દ્વારા સંચાલિત છે, સાથે 6 જીબી સુધીની રેમ છે. તેમાં 6GB વર્ચ્યુઅલ રેમ એક્સપેન્શન સપોર્ટ પણ છે. 

ફોન ત્રિપલ રિયર સેમેકા સેટઅપની સાથે આવે છે, જેમાં f/1.8 લેન્સની સાથે 50 મેગાપિક્સલનો સેમસંગ  ISOCELL JN1 પ્રાઇમરી સેન્સર છે. કેમેરા સેટઅપમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર પણ સામેલ છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે, સેમસંગ ગેલેક્સી F23 5G માં ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. 

સેમસંગ ગેલેક્સી F23 5G માં 128GB ઓનબોર્ડ સ્ટોરેજની સાથે આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, 4જી એલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ/એ-જીબીએસ, એનએફસી, યૂએસબી ટાઈપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે. આ સિવાય સારા ઓડિટો પ્લેબેક માટે ડોબ્લી એટમોસ સપોર્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news