ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા ઈન્ટરવ્યૂ દરમિયાન થયો ભાવુક, કહ્યું કે....

રોહિત શર્મા ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. રોહિતે પોતાના કેપ્ટનશિપ કરિયરની શાનદાર શરૂઆત કરી છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ઈનિંગથી પરાજય આપ્યો હતો. 
 

ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા ઈન્ટરવ્યૂ દરમિયાન થયો ભાવુક, કહ્યું કે....

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને ઈનિંગ અને 222 રન હરાવીને બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ફુલ ટાઇમ કેપ્ટનના રૂપમાં રોહિતની આ પ્રથમ ટેસ્ટ મેચ હતી અને તેણે પર્દાપણ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. રોહિતે કેપ્ટન તરીકે પોતાની પર્દાપણ મેચમાં ઈનિંગથી જીત મેળવનાર માત્ર બીજો ભારતીય કેપ્ટન છે. તેની પહેલાં પોલી ઉમરીગરે 1956માં આ સિદ્ધિ હાસિલ કરી હતી. પ્રથમ ટેસ્ટ મેચ બાદ રોહિતે બીસીસીઆઈ ટીવી પર એક ઈન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તે ખુબ ભાવુક જોવા મળ્યો છે. 

રોહિતે બીસીસીઆઈ ટીવીની સાથે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યુ કે, તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે. શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા રોહિતને ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 12 માર્ચથી બેંગલુરૂમાં રમાશે. જે ડે-નાઇટ ટેસ્ટ હશે. ભારતીય કેપ્ટને કહ્યુ- ભારતીય ટીમની કમાન સંભાળવી અને આ લિસ્ટનો ભાગ બનવું મારા માટે એક મોટા સન્માનની વાત છે. મેં તે વિશે ક્યારેય વિચાર્યું નથી. 

We take a look at the series of events when @ImRo45 led #TeamIndia in whites at Mohali for the first time. 👏 👏 #INDvSL | @Paytm

Watch this special feature 📽️ 🔽https://t.co/C3A0kZExWC pic.twitter.com/XxF19t6GsI

— BCCI (@BCCI) March 8, 2022

હિટમેન રોહિતે કેપ્ટનશિપ સિવાય પોતાના નિર્ણયથી પણ ફેન્સનું દિલ જીત્યુ છે. મોહાલી ટેસ્ટમાં વિરાટ કોહલીના કરિયરની 100મી ટેસ્ટ મેચ હતી. આ મુકાબલામાં તેણે 45 રન બનાવ્યા હતા. કોહલીની ઐતિહાસિક મેચને ખાસ બનાવવા માટે રોહિતે વિરાટ માટે ગાર્ડ ઓફ ઓનર આયોજીત કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટને પોતાના સાથી ખેલાડીઓની સાથે કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ કહ્યુ હતુ- આ ફોર્મેટમાં અમે જ્યાં છીએ, તેનો પૂર્ણ શ્રેય વિરાટને જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news