OMG...આ કારે તો બધાને પછાડ્યા! એક તો સસ્તી ઉપરથી 4 સ્ટાર સેફ્ટી, કિંમત જાણીને દંગ રહી જશો
Safe Car For Middle Class: મોટાભાગે બજેટને ધ્યાન રાખવા જાય ત્યારે સેફ્ટી સાથે સમાધાન થઈ જતું હોય છે. એવી કારોમાં ખુબ મજબૂતાઈ અને બિલ્ડ ક્વોલિટી મળી શકતી નથી. આ કારો ક્રેશટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકતી નથી. જો કે આ કારમાં બજેટની સાથે સેફ્ટી પણ જબરદસ્ત છે.
Trending Photos
Best Hatchback For Middle Class: જ્યારે પણ બજેટ કારો વિશે વાત કરીએ તો લોકોના મોઢે તમને મારુતિની કારો વધુ સાંભળવા મળશે. મારુતિની કારો પોતાના ફ્યૂલ એફિશિયન્ટ અને ઓછા મેન્ટેઈનન્સવાળા એન્જિન માટે જાણીતી છે. કંપની પોતાના અનેક નવા મોડલોને 5-6 લાખ રૂપિયાની કિંમતના સેગમેન્ટમાં રજૂ કરે છે. સામાન્ય માણસના બજેટમાં ફિટ બેસવાના કારણે મારુતિની આ કારો ગ્રાહકોની પહેલી પસંદ બની છે. જો કે હવે આ સેગમેન્ટમાં મારુતિને કેટલીક બીજી કંપનીની ગાડીઓ આકરી ટક્કર આપી રહી છે. મારુતિને માત્ર કિંમતના મામલે જ નહીં પરંતુ માઈલેજ અને પરફોર્મન્સના મામલે પણ આ કંપનીઓ પડકાર ફેંકી રહી છે.
આ કારો આપે છે ટક્કર
મારુતિની સસ્તી કારોને ટક્કર આપવાના મામલે સૌથી આગળ ટાટા મોટર્સ છે. જે મારુતિ અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો અને વેગનઆર જેવી કારોની સરખામણીમાં પોતાની ટિયાગો હેચબેક (Tata Tiago) નું વેચાણ કરી રહી છે.
દર મહિને જબરદસ્ત વેચાણ
ટાટા ટિયાગો માત્ર કિંમતની રીતે જ નહીં પરંતુ સેફ્ટીના મામલે પણ અનેક બીજી બજેટ કારોથી અલગ છે. જો સેલ્સના આંકડા જોઈએ તો ટાટા ટિયાગો જાન્યુઆરી 2024માં 6482 યુનિટ્સ વેચાઈ છે. જ્યારે દર મહિને તે સરેરાશ 6000-6500 યુનિટ્સ વેચાય છે. આ આંકડા મારુતિ સેલેરિયો, અને એસ-પ્રેસો જેવી કારોથી વધુ છે. જેને કંપની લગભગ 5-6 લાખ રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં જ વેચી રહી છે.
ટિયાગો કેમ દમદાર
અત્રે જણાવવાનું કે કાર કંપનીઓ મોટાભાગે બજેટ કારોની કિંમત ઓછી રાખવા માટે ક્વોલિટી સાથે સમાધાન કરી લેતી હોય છે. આવી કારોમાં સારી મજબૂતાઈ અને બિલ્ડ ક્વોલિટી મળી શકતી નથી. આ કારો ક્રેશ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકતી નથી. જો કે ટાટા મોટર્સે ટિયાગોની કિંમત ઓછી રાખવા છતાં તેની બિલ્ડ ક્વોલિટી સાથે કોઈ સમાધાન કર્યું નથી. એક એન્ટ્રી લેવલ કાર હોવા છતાં ટિયાગોમાં 4 સ્ટાર ક્રેશ સેફ્ટી રેટિંગ અને પ્રીમિયમ ઈન્ટિરિયર ક્વોલિટી મળે છે.
ટાટા ટિયાગોનું એન્જિન
ટાટા ટિયાગોમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે. જે 86 બીએચપીનો પાવરનો પાવર 113 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર સીએનજી વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. આ કારની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. માઈલેજની વાત કરીએ તો કંપનીના જણાવ્યાં મુજબ પેટ્રોલમાં તેની માઈલેજ 19.01kmpl છે. જ્યારે એક કિલો સીએનજીમાં તમે તેને 26.49km સુધી દોડાવી શકો છો.
ફીચર્સ
આ કારમાં એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 7 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, LED DRLs સાથે પ્રોજેક્ટર હેડલાઈટ્સ, બેક વાઈપર અને રિયર ડિફોગર જેવા ફીચર્સ મળે છે. તેમાં 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને કૂલ્ડ ગ્લોવબોક્સ જેવા ફીચર્સ પણ સામેલ છે. સેફ્ટીની રીતે તેમાં પેસેન્જર સેફ્ટી માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર, ઈબીડી સાથે એબીએસ અને કોર્નરિંગ સ્ટેબિલિટી કંટ્રોલ મળે છે.
કિંમત
ટાટા ટિયાગોની કિંમત 5.65 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થી શરૂ થઈને 8.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. જો તમે તેના બેઝ મોડલ Tiago XEને ખરીદો તો તે તમને દિલ્હીમાં 6,21,040 રૂપિયાની ઓનરોડ કિંમત પર મળી જશે. ટાટા ટિયાગોના પેટ્રોલ વેરિએન્ટમાં 20.01 kmpl અને સીએનજી વેરિએન્ટમાં 28.06 km/kg ની માઈલેજ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે