WhatsApp માં આવ્યું શાનદાર ફીચર, હવે ગ્રુપ કોલ મિસ કરશો તો પણ ચિંતા નથી, જાણો કેમ

હવે કંપનીએ આ સુવિધા (Whatsapp Group Call)  રિલીઝ કરી દીધી છે, અને તેને joinable calls feature નામ આપવામાં આવ્યું છે, અને તેનો ઉપયોગ ગ્રુપ કોલ  (Whatsapp Joinable Feature)માં કરવામાં આવશે. 

 WhatsApp માં આવ્યું શાનદાર ફીચર, હવે ગ્રુપ કોલ મિસ કરશો તો પણ ચિંતા નથી, જાણો કેમ

સોશિયલ મીડિયા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર હંમેશાં થોડા સમયાંતરે નવી સુવિધાઓ અને અપડેટ્સ આવતા રહે છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે કંપની ગ્રુપ કોલિંગ સુવિધા પર કામ કરી રહી છે જે યૂઝર્સ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ મજાની વાત એ છે કે હવે કંપનીએ આ સુવિધા (Whatsapp Group Call)  રિલીઝ કરી દીધી છે, અને તેને joinable calls feature નામ આપવામાં આવ્યું છે, અને તેનો ઉપયોગ ગ્રુપ કોલ  (Whatsapp Joinable Feature)માં કરવામાં આવશે. કંપનીએ ખુલાસો કર્યો છે કે આ ફીચરની મદદથી હવે યુઝર્સ ગ્રુપ કોલ મિસ (Group Chat)થાય તો આવા સંજોગોમાં વચ્ચે પણ કોલમાં જોડાઈ શકશે. તો આજે તમને આ સુવિધા વિશું જણાવીશું.

WhatsApp એ તેના નવા ફિચર વિશેની માહિતી ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે વોટ્સએપ પર કોઈ મહત્વનો ગ્રુપ કોલ ચૂકી ગયા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમે વચ્ચે પણ ગ્રુપ કોલમાં જોડાઈ શકો છો. જો કોલ હજુ ચાલુ છે તો તમે drop off કરીને વચ્ચે કોલમાં જોડાઈ શકો છો. આ સુવિધા એવા યૂઝર્સ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે જેઓ આજકાલ ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને તેમની મહત્વની મીટિંગો માટે WhatsApp નો ઉપયોગ કરે છે. અત્યાર સુધી જો તમે કોઈ ગ્રુપ કોલ ચૂકી ગયા હોવ તો તમારે કોઈને મેસેજ કરીને તેને રિકવેસ્ટ કરીને જોડાવા માટે કહેવું પડતું હતું. પણ હવે એવું નહીં થાય.

— WhatsApp (@WhatsApp) October 18, 2021

WhatsApp પર આવી રીતે જોડાવ ગ્રુપ કોલ પર 
જો તમારી પાસે કોઈ ગ્રુપ કોલ આવે છે અને તમે વ્યસ્ત હોવાને કારણે તેમાં હાજરી આપી શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી.  joinable calls featureની મદદથી તમે વચ્ચે પણ કોલમાં જોડાઈ શકો છો. તેના માટે તમારે સ્ક્રીન પર જ કોલ માહિતી જોવામ મળશે. જેમાં તમને ખબર પડશે કે કોલમાં કેટલા લોકો એડ છે અને કોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને કોણ જોડાઈ શક્યું નથી. જો તમે કોલ ચૂકી ગયા છો તો તમે ignore પર ક્લિક કરીને કોલ ટેબ દ્વારા કોલમાં જોડાઈ શકો છો. કંપનીએ આ સુવિધાને સત્તાવાર રીતે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news