Truecallerના યૂઝર્સ માટે સારા સમાચાર! નવા ફિચર્સથી તમને પડી જશે મોજ!
Truecallerનો ઉપયોગ કરતા યૂઝર્સ માટે સારા સમાચાર છે.. ટ્રૂ કોલર એપમાં કેટલાક મજેદાર ફિચર લોન્ચ થયા છે.. જેનો ઉપયોગ યૂઝર્સ સરળતાથી કરી શકશે..
Trending Photos
નવી દિલ્લીઃ હાલના સમયમાં મોબાઈલમાં ફોન આવે અને તે નંબર જાણવા, મેસેજ મોકલવા સહિતના ઉપયોગ માટે લોકો Truecallerનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે Truecallerનો ઉપયોગ કરતા યૂઝર્સ માટે સારા સમાચાર છે.. Truecallerમાં ઈમરજન્સી મેસેજ, સ્માર્ટ કાર્ડ મોકલવા, સ્માર્ટ SMS, મેસેજને એડિટ કરવાની ક્ષમતા સહિતના અપડેટ આવ્યા છે.. કંપની મુજબ એપનું આ અપડેટ વર્જન યુવાનોને ખૂબ ઉપયોગમાં આવશે..
કંપનીના ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ ઝુનઝુનવાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ સુવિધાઓ તમામ માટે સંચારને સુરક્ષિત અને વધુ કુશલ બનાવવાના મિશન તરફ આગળ લઈ જાય છે.. હાલમાં ટ્રૂકોલર એક શક્તિશાળી સંચાર કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે..જે લોકો એપ્લિકેશનને પૂર્ણ રીતેથી ઉપયોગ કરવા ઈચ્છી રહ્યા છે, તેમના માટે આ સુવિધાઓ ખૂબ મહત્વની છે.. આ વિશેષતાઓ મજેદાર અને ઉપયોગ કરવામાં સરળ છે.. અને દરરોજ ઉપયોગમાં લેવાતા મેસેજની કેટલિક સમસ્યાઓ આ અપડેટ વર્જનથી હલ થશે.. કઈ રીતે કઈ શકાશે ઉપયોગ?
ઈમરજન્સી મેસેજ સુવિધા યૂઝર્સને કસ્ટમ નોટિફિકેશનની સાથે મહત્વપૂર્ણ અને સમય પ્રત્યે સંવેદનશીલ મેસેજને ધ્યાન આકર્ષિત કરવા માટે મંજૂરી આપે છે..ઈમરજન્સી મેસેજ પ્રાપ્તકર્તાની સ્ક્રીન પર એક પેપ અપ થશે.. જો કોઈ અન્ય એપ ચાલુ હશે તો પણ જ્યાં સુધી મેસેજ પ્રાપ્તકર્તા આ મેસેજને વાંચશે નહી ત્યાં સુધી તે ગાયબ નહી થાય..
એક સેટ ડિફોલ્ટ લોન્ચ સ્ક્રીનની સાથે ટ્રૂ કોલર યૂઝર્સ હવે એપમાં પ્રથમ વખત લોન્ચ થતા ડિફોલ્ટ સ્થિતિની પસંદગી કરી શકશે... કોલ અથવા મેસેજ ટેબ પર એક સાધારણ લોન્ગ પ્રેસની સાથે, ડિફોલ્ટ તરીકે પણ સેટ કરી શકાશે.. યૂઝર બીજી વખત જ્યારે એપ ખોલશે ત્યારે તે ડિફોલ્ટ તરીકે ખુલશે. નવા અપડેટની સાથે, તમે પ્રાપ્તકર્તાએ જોઈ શકેલા મેસેજમાં બદલાવ પણ કરી શકો છો.. યૂઝર્સ મેસેજને મોકલ્યા બાદ કોઈ પણ સમયે તેમાં બદલાવ કરી શકે છે.. આ ફિચર SMSમાં નહી પરંતુ માત્ર ટ્રૂ કોલર ચેટમાં ઉપલબ્ધ છે.. સાથે જ યૂઝર્સ સ્માર્ટ કાર્ડને એક ફોટા તરીકે પણ શેર કરી શકશે.. જેને ટ્રૂ કોલરનો ઉપયોગ ન કરતા વ્યક્તિ પણ સરળતાથી ખોલીને વાંચી શકશે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે