શું તમે પણ Ola-Uber માટે કેબ ચલાવવા માંગો છો? તો આ છે બેસ્ટ 5 ઓપ્શન

Top 5 Cars For Ola-Uber Cab: ભારતમાં ઓલા અને ઉબેર જેવા કેબ એગ્રીગેટર્સના આગમન સાથે, ટેક્સી વ્યવસાય ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. આજે, દેશના લાખો લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત કેબ ડ્રાઇવિંગ છે. 

શું તમે પણ Ola-Uber માટે કેબ ચલાવવા માંગો છો? તો આ છે બેસ્ટ 5 ઓપ્શન

Top 5 Cars For Ola-Uber Cab: ભારતમાં ઓલા અને ઉબેર જેવા કેબ એગ્રીગેટર્સના આગમન સાથે, ટેક્સી વ્યવસાય ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. આજે, દેશના લાખો લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત કેબ ડ્રાઇવિંગ છે. કેબ એગ્રીગેટર્સે હવે નાના શહેરોમાં પણ વિસ્તરણ કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે નાના શહેરોમાં કેબ અને ટેક્સીની માંગ વધી છે. આવી સ્થિતિમાં, Ola-Uber ટેક્સી ડ્રાઈવર તરીકે તમારી કરિયર શરૂ કરવુ એ એક સારો નિર્ણય બની શકે છે.

જો તમે પણ Ola-Uber માટે કેબ ચલાવવા માંગો છો, તો તમારે એવી કારની જરૂર પડશે જે માઇલેજ અને સ્પેસની દ્રષ્ટિએ ઉત્તમ હોય. જો કે માર્કેટમાં ઘણી બધી કાર છે, પરંતુ અહીં અમે તમને એવી 5 કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટેક્સી સર્વિસ માટે બેસ્ટ માનવામાં આવે છે.

1. Maruti Suzuki Dzire Tour-S: કંપનીએ આ કારને ફક્ત કેબ્સ અને ટેક્સીઓ માટે લોન્ચ કરી છે. આ કાર માઈલેજ, સ્પેસ અને પરફોર્મન્સના મામલે ઓલરાઉન્ડર છે. Maruti Suzuki Dzire Tour-S ચલાવવા અને જાળવણી માટે સસ્તી છે, જે તેને કેબ બિઝનેસ માટે બેસ્ટ કાર બનાવે છે. તમારે તેને સર્વિસ કરવા અંગે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મારુતિનું સર્વિસ નેટવર્ક દેશના નાના શહેરોમાં પણ ઉપલબ્ધ છે. Dzire Tour-Sની કિંમત રૂ. 5.76 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. આ કારમાં તમને CNG ઓપ્શન પણ મળે છે.

No description available.

2. Maruti Suzuki Celerio: મારુતિ સુઝુકી સેલેરિયો એ કોમ્પેક્ટ સાઇઝની હેચબેક છે, તેથી ટ્રાફિકમાં વાહન ચલાવવું સરળ છે. સેલેરિયોમાં તમને પેટ્રોલની સાથે CNG એન્જિનનો વિકલ્પ પણ મળે છે.  મારુતિ સેલેરિયોના બેઝ મોડલની કિંમત 5.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

No description available.

3. Maruti Suzuki WagonR: મારુતિ વેગનઆર પણ કેબ માટે સૌથી લોકપ્રિય કાર છે. કંપની તેને 1 લીટર પેટ્રોલ અને CNG એન્જિનમાં વેચી રહી છે. મારુતિ વેગનઆરના કેબ વેરિઅન્ટ વેગનઆર ટૂરની કિંમત 5.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

No description available.

4. Tata Tiago: Tata Tiago હેચબેક પણ કેબ માટે વધુ સારો વિકલ્પ છે. આ કાર પેટ્રોલ અને CNG એન્જિનમાં ઉપલબ્ધ છે. આ કારમાં સેફ્ટીની સાથે સારા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.  તેની કિંમત રૂ. 5.60 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

No description available.

5. Maruti Suzuki Ertiga: જો તમે કેબમાં વધુ સીટ સાથે વાહન ચલાવવાનું વિચારી રહ્યા છો, તો મારુતિ અર્ટિગા વધુ સારો વિકલ્પ છે. મારુતિ અર્ટિગા 7 સીટર કન્ફિગરેશનમાં આવે છે. આ કાર પેટ્રોલ અને CNG એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. મારુતિ અર્ટિગાની કિંમત રૂ. 8.49 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

No description available.

આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી

Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news