મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસોનાં રિડેવલપમેન્ટમાં મેઈન્ટેનન્સ ચાર્જ પેટે 50 હજાર રૂપિયા લેવાશે

આવાસો બનાવી દીધા બાદ નાનામોટા રિપેરીંગ સહિતનાં ખર્ચાનો વિખવાદ મ્યુનિ. સુધી આવતો ટાળવાનો પ્રયાસ. મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, મ્યુનિ. દ્વારા જુદા જુદા વિસ્તારમાં ૧૧ સ્ટાફ ક્વાટર્સનાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખાનગી ડેવલપર્સને સોંપ્યા છે. તેમાં વિવિધ પ્રકારનાં મેઇન્ટેનન્સના કામોને લઇ વિવાદો સર્જાય તે પહેલાં લેવા સૂચવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસોનાં રિડેવલપમેન્ટમાં મેઈન્ટેનન્સ ચાર્જ પેટે 50 હજાર રૂપિયા લેવાશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવી દીધા બાદ નાનામોટા રિપેરીંગનો ખર્ચ મ્યુનિ.નાં શિરે થોપવામાં આવે છે, તેને ધ્યાને લઇ મ્યુનિ.એ સ્ટાફ ક્વાટર્સના રિડેવલપમેન્ટ યોજનામાં લાભાર્થીઓ પાસેથી મેઇન્ટેનન્સ ચાર્જ પેટે રૂ. ૫૦ હજાર લઇ લેવાની દરખાસ્ત રજૂ કરી દીધી છે. સૂત્રોએ કહ્યું કે, જાહેર આવાસોની પુનઃવિકાસ યોજના- ૨૦૧૬ અંતર્ગત મેઇન્ટેનન્સની રકમ તથા તેનાં વહીવટને લગતી આનુષાંગિક બાબતો અંગે ચોક્કસ સ્પષ્ટતા ન હોવાથી શહેરી વિકાસ વિભાગ પાસે સ્પષ્ટતા માગવામાં આવી હતી. તેના પગલે શહેરી વિકાસ વિભાગે ખાનગી ડેવલપર, સબંધિત જાહેર સંસ્થા(મ્યુનિ.) અને હાઉસીંગ સોસાયટીનાં એસોસિએશન-નાગરિકો વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવાનો રહેશે અને તે પ્રમાણે મેઇન્ટેનન્સની રકમ

મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, મ્યુનિ. દ્વારા જુદા જુદા વિસ્તારમાં ૧૧ સ્ટાફ ક્વાટર્સનાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખાનગી ડેવલપર્સને સોંપ્યા છે. તેમાં વિવિધ પ્રકારનાં મેઇન્ટેનન્સના કામોને લઇ વિવાદો સર્જાય તે પહેલાં લેવા સૂચવ્યું છે. મ્યુનિ.એ એક દરખાસ્ત રજૂ કરી છે, જેમાં રિડેવલપમેન્ટ થયેલાં આવાસોને BU મળે ત્યારથી સાત વર્ષ સુધી તેનું સંચાલન અને જાળવણી કરવાની જવાબદારી ખાનગી ડેવલપર્સની રહેશે. ત્યારબાદ તે જવાબદારી જે તે સોસાયટી- એસોસિએશનને સોંપવાની રહેશે અને તેમાં લાભાર્થીએ સંચાલન તથા જાળવણી માટે ૫૦ હજારનો ફાળો આપવો પડશે.

મ્યુનિ.એ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં EWS યોજનામાં ૩૦ હજાર અને LIG યોજનામાં ૫૦ હજાર મેઇન્ટેનન્સ ચાર્જ લેવાય છે તેને ધ્યાને લઇ રિડેવલપમેન્ટ યોજનામાં પણ ૫૦ હજાર રૂપિયા મેઈન્ટેનન્સ પેટે લેવાની દરખાસ્ત સ્ટે.કમિટી સમક્ષ રજૂ કરી છે. જેમાં જણાવાયું છે કે, સાત વર્ષ બાદ ખાનગી ડેવલપરે મેઇન્ટેન્સ ફાળો સોસાયટીના એસોસિએશનને જમા કરાવવો પડ્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news