આ 5 ગાડીઓએ મચાવ્યો છે તહેલકો, છેલ્લાં દોઢ વર્ષથી હરીફોની ઊંઘ કરી નાખી છે હરામ

તમને ગમતી કાર (car) રસ્તા પર સડસડાટ નીકળે એટલે તમે વિચારો છો કે આ ગાડી મસ્ત છે, પરંતુ તમને ગમે છે એ ગાડી દેશના લોકોને કેટલી પસંદ પડી? તમારી ચોઈસ (choice) અને કાર ખરીદનારા અન્ય લોકોની ચોઈસ શું છે? એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

આ 5 ગાડીઓએ મચાવ્યો છે તહેલકો, છેલ્લાં દોઢ વર્ષથી હરીફોની ઊંઘ કરી નાખી છે હરામ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમને ગમતી કાર (car) રસ્તા પર સડસડાટ નીકળે એટલે તમે વિચારો છો કે આ ગાડી મસ્ત છે, પરંતુ તમને ગમે છે એ ગાડી દેશના લોકોને કેટલી પસંદ પડી? તમારી ચોઈસ (choice) અને કાર ખરીદનારા અન્ય લોકોની ચોઈસ શું છે? જાણો છેલ્લા 18 મહિનાથી કઈ કાર ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીની કિંગ (king) છે?

દોઢ વર્ષમાં 2 કંપનીઓની 5 કાર જ બેસ્ટ સેલરઃ
ભારતમાં દેશ-વિદેશની 25 કાર કંપનીઓ તેમનાં 100થી વધારે મોડલ (model) બજારમાં વેચે છે પરંતુ આ 100માંથી ફક્ત 5 જ મોડલ એવાં છે જે છેલ્લા 18 મહિનમાં સૌથી વધારે વેચાયાં છે. આ 5 મોડલ પણ માત્ર બે જ કંપનીઓનાં છે. તેમાંથી એક છે મારુતિ (maruti) અને બીજી છે (hyundai) હ્યુન્ડાઈ. છેલ્લા 18 મહિનામાંથી 1 મહિનો ગુજરાત (gujarat) સહિત સમગ્ર દેશમાં સંપૂર્ણ (lockdown) લૉકડાઉન હતું એટલે એપ્રિલ- 2020માં કોઈ પણ કંપનીની એક પણ ગાડીનું બુકિંગ કે વેચાણ થયું નહોતું. બાકીના 17 મહિનામાં મારુતિની 4 ગાડીઓ 15 વખત નંબર 1 પર રહી છે અને હ્યુન્ડાઈની 1 ગાડી 2 વખત નંબર 1 પર આવીને બેસ્ટ સેલિંગ (best selling) સાબિત થઈ છે.

હ્યુન્ડાઈની ક્રેટાને સતત 2 વર્ષ મે મહિનો ફળ્યો:
હ્યુન્ડાઈ માટે અનોખો સંયોગ એ છે કે તેની ક્રેટા ગાડી ગયા વર્ષે, 2020ના મે મહિનામાં ભારતમાં સૌથી વધુ વેચાતી કાર સાબિત થઈ હતી અને આ વર્ષે પણ મે મહિનામાં જ ક્રેટાનું આખા દેશમાં કોઈ પણ કંપનીની કોઈ પણ કાર કરતાં સૌથી વધુ વેચાણ થયું. ગયા વર્ષે મે મહિનામાં દેશની તમામ કારને પાછળ રાખીને ક્રેટા નંબર 1 કાર બની હતી અને કોરોનાના માહોલ વચ્ચે પણ 3,212 ગાડીઓનું વેચાણ થયું હતું. આ વર્ષે પણ 2021ના મે મહિનામાં ક્રેટાને જ લોકોએ સૌથી વધારે ખરીદી. વર્ષ 2021ના મે મહિનામાં 7,527 ગાડીઓના વેચાણ સાથે ક્રેટા ભારતની નંબર 1 કાર બની હતી.

18 મહિનામાં 15 વખત મારુતિની 4 ગાડીઓ નંબર 1:
છેલ્લા 18 મહિનામાં 1 મહિનો સંપૂર્ણ લૉકડાઉન હતું પરંતુ તેના સિવાયના 17 મહિનામાં વેચાયેલી ગાડીઓના આંકડા મુજબ 15 વખત મારુતિની 4 ગાડીઓ નંબર 1 બેસ્ટ સેલિંગ કાર બની. 5 વખત અલ્ટો (ALTO) સૌથી વધુ વેચાઈ. છેલ્લા દોઢ વર્ષમાં 7 વખત સ્વિફ્ટ (SWIFT) નંબર 1 બની. તો જૂનમાં સૌથી વધુ વેચાયેલી વેનગ આર આ અગાઉ એપ્રિલ 2021માં સૌથી વધુ વેચાઈ હતી અને ગયા વર્ષે માર્ચ મહિનામાં બલેનોએ બાજી મારી હતી.

No description available.

નાની કાર અને SUVની સ્પર્ધા, સિડાન રેસમાંથી બહાર:
છેલ્લા દોઢ વર્ષમાં જે ગાડીઓ સૌથી વધુ વેચાઈ છે તે 5 ગાડીઓમાંથી 4 ગાડીઓ મારુતિની હેચબેક (hatchback) છે. હેચબેક એટલે નાની કાર, જે શહેર માટે વધારે અનુકુળ ગણાય છે. ફક્ત એક જ SUV એવી છે જે 2 વખત નંબર 1 બની છે અને તે છે Hyundaiની ક્રેટા. સિડાનમાં (sedan) સર્વશ્રેષ્ઠ ગણાતી ડિઝાયર (Dzire)ને પણ લોકોએ સૌથી વધુ ખરીદીને છેલ્લા દોઢ વર્ષમાં નંબર 1 કાર ક્યારેય બનાવી નથી.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news