13200 mAh દમદાર બેટરી સાથે નવો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
યૂલેફોન પાવર આર્મર 13 આવી દમદાર બેટરી સાથે આવનાર દુનિયાનો પ્રથમ રગ્ડ સ્માર્ટફોન છે.
Trending Photos
નવી દિલ્હીઃ 13200 mAh ની દમદાર બેટરીની સાથે એક નવો સ્માર્ટફોન આવ્યો છે. આ સ્માર્ટફોન Ulefone Power Armor 13 છે. ચાઇનીઝ કંપની Ulefone એ Armor 11T 5G બાદ પાવરફુલ બેટરીવાળો આ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. યૂલેફોન પાવર આર્મર 13 આવી દમદાર બેટરી સાથે આવનાર દુનિયાનો પ્રથમ રગ્ડ સ્માર્ટફોન છે. ઓનલાઇન શોપિંગ સાઇટ banggood.in પર આ સ્માર્ટફોનની કિંમત 30,280 રૂપિયા દેખાડવામાં આવી રહી છે.
1TB સુધી વધારી શકો છો સ્ટોરેજ
Ulefone Power Armor 13 સ્માર્ટફોનમાં 6.81 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ છે. Ulefone પાવર આર્મર 13 સ્માર્ટફોનમાં Helio G95 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઇક્રોએસટી કાર્ડ સ્લોટ દ્વારા ફોનના સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે.
ફોનમાં આપવામાં આવ્યો છે 48 મેગાપિક્સલનો કેમેરો
Ulefone Power Armor 13 સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના બેકમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્ચ આપવામાં આવ્યો છે. ફોનનો પ્રાઇમરી કેમેરો 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. દમદાર બેટરી સાથે આવનાર આ ફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ સિવાય ફોનમાં હેડસેટ-ફ્રી FM રેડીયો, IP68/69K સર્ટિફિકેશન અને NFC આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે