Automatic કારમાં P, R, N, D, S નો અર્થ શું છે? 99% લોકો નથી જાણતા S વિશે
Car Driving Tips: તમે ઘણીવાર જોયું હશે કે ઓટોમેટિક કારમાં ગિયરની નજીક P, R, N, D અને S અક્ષરો લખેલા હોય છે. એકવાર તમે આ અક્ષરોનો અર્થ સમજી લો પછી આ ગિયરબોક્સનો ઉપયોગ કરવો તમને ખૂબ જ સરળ રહેશે..
Trending Photos
Automatic Cars: આજકાલ ઓટોમેટિક કારનો ઉપયોગ વધી રહ્યો છે. માર્કેટમાં આ કારોના ઓપ્શન પણ વધી ગયા છે. ઓટોમેટિક ગિયરબોક્સવાળી કાર ડ્રાઇવિંગના સંદર્ભમાં મેન્યુઅલ કારથી થોડી અલગ હોય છે. આમાં, તમારે વારંવાર ગિયર્સ બદલવાની ચિંતા કરવાની જરૂર નથી. તમારે અહીં ફક્ત એક વાર ગિયર ચેન્જ કરવાનુ રહેશે.
તમે ઘણીવાર જોયું હશે કે ઓટોમેટિક કારમાં ગિયરની નજીક P, R, N, D અને S અક્ષરો લખેલા હોય છે. તેનાથી વિપરિત, મેન્યુઅલ કારમાં નંબર 1, 2, 3, 4, 5, 6 હોય છે. શરૂઆતમાં તમે P, R, N, D અને S જોઈને થોડુ કનફ્યુઝન અનુભવી શકો છો, પરંતુ એકવાર તમે આ અક્ષરોનો અર્થ સમજી લો તે પછી ઓટોમેટિક ગિયરબોક્સનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
P, R, N, D અને S નો અર્થ શું છે?
જ્યારે પણ તમે ઓટોમેટિક કાર ચલાવો છો, ત્યારે તમારે ફક્ત P, R, N, D અને S મોડ્સનું ધ્યાન રાખવું પડશે. જ્યારે તમારે કાર પાર્ક કરવી હોય, તો તમારે P ની સામે ગિયર લીવર ખસેડવું પડશે. આ Parking મોડને ચાલુ કરે છે. એ જ રીતે, જ્યારે તમે કારને રિવર્સ કરવા માંગો છો, તો તમારે ગિયર લીવરને Rની આગળ એટલે કે Reverse કરવું પડશે.
જો તમે લાલ લાઈટ કે અન્ય કોઈ જગ્યાએ કારને રોકવા માંગતા હોવ તો તમારે N ની સામે એટલે કે Neutral મોડ કરવાનુ રહેશે. જ્યારે તમે વાહન ચલાવવા માટે તૈયાર હોવ, ત્યારે તમે લીવરને D તરફ ફેરવો. આ તમારા વાહનને Drive મોડમાં શરૂ કરશે અને ગિયર્સ આપમેળે જરૂર મુજબ બદલાશે. આ સિવાય ઘણી કારમાં S પણ લખેલું હોય છે, જેનો અર્થ Sports મોડ થાય છે. આમાં, કાર વધુ દમદાર પરફોર્મન્સ આપવાનું શરૂ કરે છે.
આ પણ વાંંચો:
Virat Kohli: વિરાટની નવી ઘડિયાળ પર અટકી સૌની નજર, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ!
ઑફ શોલ્ડર ટોપમાં Nikki Tamboli એ મચાવ્યો કહેર! બેધડક થઇને આપ્યા કિલર પોઝ
આ ₹10.87 લાખની SUV ખરીદવા તૂટી પડ્યા લોકો ! ગજબનો છે ક્રેઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે