WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર! હવે એપ વાપરવા માટે પૈસા ચૂકવવા પડશે?

જ્યાં એક બાજુ ટ્વિટરે પોતાની સર્વિસિસ માટે ચાર્જ કરવાનો શરૂ કરી દીધો છે. ત્યાં ઈન્સ્ટાગ્રામ પણ હવે બ્લ્યુટિક માટે પૈસા વસૂલી રહ્યું છે. જો કે યૂઝર્સને જરાય અંદાજો નહીં રહ્યો હોય કે તેમની મનગમતી ચેટિંગ એપ વોટ્સએપ પણ જલદી એ જ રસ્તે નીકળી પડશે.

WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર! હવે એપ વાપરવા માટે પૈસા ચૂકવવા પડશે?

WhatsApp Subscription: છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમાં પેઈડ સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે. જ્યાં એક બાજુ ટ્વિટરે પોતાની સર્વિસિસ માટે ચાર્જ કરવાનો શરૂ કરી દીધો છે. ત્યાં ઈન્સ્ટાગ્રામ પણ હવે બ્લ્યુટિક માટે પૈસા વસૂલી રહ્યું છે. જો કે યૂઝર્સને જરાય અંદાજો નહીં રહ્યો હોય કે તેમની મનગમતી ચેટિંગ એપ વોટ્સએપ પણ જલદી એ જ રસ્તે નીકળી પડશે. વાત જાણે એમ છે કે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે વોટ્સએપ પર થોડા સમયમાં સબ્સ્ક્રિપ્શનવાળો પ્લાન આવવાનો છે જેના માટે યૂઝર્સે એક્તા અમાઉન્ટ ચૂકવવી પડશે. 

કંપની તરફથી પુષ્ટિ
અત્રે જણાવવાનું કે હાલમાં જ વોટ્સએપ તરફથી પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે હવે કંપની વધુ દિવસ સુધી ફ્રી સર્વિસ ઓફર કરશે નહીં અને આ માટે યૂઝર્સ પાસેથી પૈસા વસૂલશે. આ વાત દરેક યૂઝરને હેરાન કરી શકે છે કારણ કે કદાચ જ કોઈ એવો સ્માર્ટફોન યૂઝર હશે જેના ફોનમાં વોટ્સએપ ન ચાલતું હોય. જો આમ થશે તો કંપની મંથલી કે પછી યરલી સબસ્ક્રિપ્શન પ્લાન લાવી શકે છે. મળતી માહિતી મુજબ હજુ જોકે જલદી આ સર્વિસ લોન્ચ નહીં થાય પરંતુ થોડા સમય લાગી શકે છે. કે પછી કદાચ આગામી વર્ષની શરૂઆત સુધીમાં આ પેઈડ સર્વિસને શરૂ કરવામાં આવી શકે છે. 

જાહેરાતોથી છૂટકારો મેળવવો હોય તો પૈસા
એવું માનવામાં આવી રહ્યું છે કે જો તમારે જાહેરાતોથી છૂટકારો જોઈતો હોય તો વોટ્સએપ માટે તમારે અલગથી સબસ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે અને આ સબસ્ક્રિપ્શન પ્લાન તમને જાહેરાતોથી બચાવશે. કંપની અલગથી કોઈ સર્વિસ માટે ચાર્જ નહીં કરે પરંતુ જો તમારે જાહેરાતો વગર વોટ્સએપ ચલાવવું હોય તો કદાચ તમારે એ માટે એક મોટી રકમ ચૂકવવી પડશે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ સર્વિસની શરૂઆત યૂએસ અને કેનેડાથી થઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news