WhatsApp પર આવ્યું જોરદાર ફીચર, હવે હેકર્સ ટ્રેક નહીં કરી શકે લોકેશન અને ડિટેલ

WhatsApp પોતાના યૂઝર્સની સેફ્ટી અને સિક્યોરિટીને મજબૂત બનાવવા માટે નવા-નવા ફીચર્સ લાવી રહ્યું છે. હવે કોલ દરમિયાન હેકર્સ યૂઝર્સનું લોકેશન અને પર્સનલ ડિટેલ ટ્રેક કરી શકશે નહીં. 
 

WhatsApp પર આવ્યું જોરદાર ફીચર, હવે હેકર્સ ટ્રેક નહીં કરી શકે લોકેશન અને ડિટેલ

નવી દિલ્હીઃ WhatsApp પોતાના યૂઝર્સની સેફ્ટી અને સિક્યોરિટીને મજબૂત કરવા માટે નવા-નવા ફીચર્સ લાવી રહ્યું છે. એપ પર હવે નવું સેફ્ટી ફીચર આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ એન્ડ્રોયડ અને આઈઓએસ પર એક નવો ઓપ્શન રજૂ કરી રહ્યું છે, જેમાં યૂઝર્સ પોતાના આઈપી એડ્રેસને સુરક્ષિત રાખી શકશે. તેનાથી હેકર્સ માટે કોલ દરમિયાન યૂઝર્સનું લોકેશન જાણવું મુશ્કેલ થઈ જશે. વોટ્સએપના નવા ફીચરને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo એ પોતાના રિપોર્ટમાં આ ફીચર વિશે જણાવ્યું કે નવા પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઇન કોલ ફીચરની સાથે યૂઝર્સ પોતાના આઈપી એડ્રેસ અને લોકેશનને હેકર્સથી સુરક્ષિત કરી પોતાના કોલમાં સુરક્ષાની એક વધારાની લેયર મળશે. 

પ્રાઇવેસી સેટિંગની અંદર મળશે નવુ ફીચર
નવુ ફીચર એડવાન્સ્ડ નામના એક નવા સેક્શનમાં ઉપલબ્ધ છે, જેને પ્રાઇવેસી સેટિંગ સ્ક્રીનની અંદર રાખવામાં આવ્યું છે, જેમાં નવો ઓપ્શન સામેલ છે. જેનાથી કોલમાં કોઈ માટે વોટ્સએપ સર્વરના માધ્યમથી યૂઝરના લોકેશનનું અનુમાન લગાવવું મુશ્કેલ થઈ જાય છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ સર્વરના માધ્યમથી વાતચીત દરમિયાન યૂઝર્સના કનેક્શનના એનક્રિપ્શન અને રૂટિંગ ઓપરેશનને કારણે પ્રાઇવેસી કોલ રિલે ફીચર કોલની ક્વોલિટી પર સામાન્ય પ્રભાવ પાડી શકે છે. 

પર્સનલ ડિટેલ ટ્રેક કરવી થઈ જશે મુશ્કેલ
આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવે છે કે નવુ ફીચર યૂઝર્સના લોકેશન અને આઈપી એડ્રેસને ટ્રેક કરવાના કોઈપણ સંભવિત પ્રયાસ વિરુદ્ધ વધુ ફાયદાકારક હશે, ખાસ કરીને તે અનનોન કોન્ટેક્ટની સાથે વોટ્સએપ કોલ પર હોય, કારણ કે તેનાથી કોઈપણ માટે પર્સનલ ડિટેલને ટ્રેક કરવી ખુબ મુશ્કેલ થઈ જાય છે. 

કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે ફીચર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોલમાં આઈપી એડ્રેસની સુરક્ષા માટે નવુ પ્રાઇવેસી ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે, જે એન્ડ્રોયડ અને આઈઓએસ માટે વોટ્સએપ બીટાના લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરે છે અને આવનારા દિવસોમાં આ ફીચર્સ વધુ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news