WhatsApp ના નવા Feature એ મચાવી માર્કેટમાં ધૂમ! યૂઝર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કામ પુરું, જાણો વિગતે

WABetaInfo ની એક રિપોર્ટના મતે વોટ્સએપ એક નાનકડો ટેસ્ટ કરી રહ્યો છે, જેમાં યૂઝર્સ હવે એપ પર 2 જીબી સુધીની ઝમ્બો સાઈસની ફાઈલ્સને કોઈને પણ શેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ હાલ આર્જંટીનામાં, વોટ્સએપના iOS બીટા વર્ઝન 22.7.0.76 પર કરી રહ્યું છે.

WhatsApp ના નવા Feature એ મચાવી માર્કેટમાં ધૂમ! યૂઝર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કામ પુરું, જાણો વિગતે

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય મેસેઝિંગ એપમાંથી એક વોટ્સએપ પોતાના યૂઝર્સને શોનદાર ફીચર્સ આપતું રહે છે. વોટ્સએપ સમયાંતરે નવી અપડેટ્સ જાહેર કરીને યૂઝર્સને કંઈક નવું આપવાની કોશિશ કરતું જ રહે છે, જેના કારણે દરેક લોકોની પહેલી પસંદ વોટ્સએપ બની ગયું છે. તાજેતરમાં સાંભળવામાં આવ્યું છે કે વોટ્સએપ પોતાના નવા અપડેટની સાથે કંઈક એવું લઈને આવી રહ્યું છે કે જેની કમી અત્યાર સુધી યૂઝર્સ મહેસૂસ કરતા આવ્યા છે. ચાલો ફટાફટ નવા અપડેટ અને ફીચર વિશે જાણીએ...

WhatsApp લઈને આવી રહ્યું છે નવું અપડેટ
WABetaInfo ની એક રિપોર્ટના મતે વોટ્સએપ એક નાનકડો ટેસ્ટ કરી રહ્યો છે, જેમાં યૂઝર્સ હવે એપ પર 2 જીબી સુધીની ઝમ્બો સાઈસની ફાઈલ્સને કોઈને પણ શેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ હાલ આર્જંટીનામાં, વોટ્સએપના iOS બીટા વર્ઝન 22.7.0.76 પર કરી રહ્યું છે. આવો આ નાના ફીચર વિશે વિસ્તારથી જાણીએ..

AC-Cooler ખરીદવાનું કરી રહ્યા છો પ્લાનિંગ? કેટલા વધી શકે છે ભાવ! જાણો લેવાનો બેસ્ટ ટાઈમ

નવા ફીચરે મચાવી ધૂમ
આ અપડેટની સાથે વોટ્સએપ શું નવું લઈને આવી રહ્યું છે, જેમ કે અમે તમને પહેલાં જણાવ્યું કે વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં તમે આરામથી મોટી ફાઈલ્સ એપ પર શેર કરી શકશો. જ્યાં અત્યાર સુધી માત્ર 100 એમબી સુધીની ફાઈલ્સ અંદરોઅંદર શેર કરી શકતા હતા, જ્યારે હવે તમે 2જીબી સુધીની ફાઈલ્સને આરામતી એકબીજાને મોકલી શકશો.

Telegram ની પાસે પહેલાથી હતું આ ફીચર
તમને કદાચ ખબર હોય, કારણ કે વોટ્સએપ 100 એમબીની મોટી ફાઈલ્સને એકવારમાં શેર કરવાની પરમિશન આપતું નથી, જેના કારણે લોકો વોટ્સએપની દુશ્મન એપ ટેલિગ્રામ પર શિફ્ટ થઈ જાય છે. ટેલિગ્રામ પણ એક મેસેજિંગ એપ છે જ્યાં તમને મોટી ફાઈલ્સને એક જ વારમાં મોકલવાનું ઓપ્શન મળે છે. વોટ્સએપના નવા અપડેટ બાદ હવે આ ફીચર આ પ્લેટફોર્મ પર પણ આવી જશે.

ઉલ્લેખનીય છે કે જોકે, આ ફીચરને માત્ર આઈફોન યૂઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને તેને હવે યૂઝર્સ માટે ક્યા સુધીમાં લાવવામાં આવશે, તેના વિશે હજુ કંઈ કહી શકાય તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news