ભારતમાં Xiaomi નો દમદાર સ્માર્ટફોન Mi 11 Lite થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Xiaomi Mi 11 Lite ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ભારતમાં  Mi 11 Lite ને 4G વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બજેટ સ્માર્ટફોનમાં દમદાર ફીચર આપવામાં આવ્યા છે.   

Updated By: Jun 22, 2021, 03:41 PM IST
ભારતમાં Xiaomi નો દમદાર સ્માર્ટફોન Mi 11 Lite થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ સ્માર્ટફોન ચાહકો જે ફોનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમના માટે સારા સમાચાર છે. ભારતમાં Xiaomi Mi 11 Lite લોન્ચ થઈ ગયો છે. Xiaomi Mi 11 Lite નું એક ગ્લોબલ વેરિએન્ટ  5G પણ છે, પરંતુ ભારતમાં તેને  4G લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના ફીચર પણ દમદાર છે અને કિંમત પણ યોગ્ય છે. આવો જાણીએ ફોનની કેટલીક ખાસિયત.

Mi 11 Lite ની કિંમત
Mi 11 Lite ની કિંમત 21999 રૂપિયાથી શરૂ થય છે અને ટોપ વેરિએન્ટની કિંમત 23999 રૂપિયા રાખવામાં આવી છે. તેનો સેલ 25 જુલાઈ બપોરે 12 કલાકે શરૂ થશે, જ્યારે ટોપ વેરિએન્ટ 28 જુલાઈએ સેલ પર આવશે. ફોન પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ HDFC Bank ના કાર્ડ પર મળી રહ્યું છે.

Mi 11 Lite સ્પેસિફિકેશન
ફોનમાં 6.55 ઇંચની ફુલ HD Plus ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ છે. ડિસ્પ્લેની સાથે  HDR 10 સપોર્ટ છે અને પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ 5 છે. Mi 11 Lite માં સ્નેપડ્રેગન 732G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી સુધી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે, જેને મેમરી કાર્ડ દ્વારા વધારી શકાય છે. 

આ પણ વાંચોઃ PUBG NEW STATE લોન્ચ પહેલા થઈ સુપરહિટ, અત્યાર સુધીમાં થયું 17 મિલિયનથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન

કેમેરા
Mi 11 Lite માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી લેન્સ 64 મેગાપિક્સલ છે, જેનું અપર્ચર  f/1.79 છે. બીજો લેન્ચ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ અને ત્રીજો 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરાની સાથે 23 ડાયરેક્ટર મોડ મળશે. 

બેટરી
Mi 11 Lite માં 4250એમએએચની બેટરી આપવામાં આવી છે, જેની સાથે 33 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ ચાર્જર તમને ફોનની સાથે બોક્સમાં મળશે. ફોનમાં ડ્યુઅલ સ્પીકર પણ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં  4G LTE, Wi-Fi 802.11ac, IR, બ્લૂટૂથ, GPS/A-GPS, USB ટાઇપ સી પોર્ટ છે. ફોનને વોટર રેસિસ્ટેન્ટ માટે IP53 રેટિંગ મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube