Redmi 5: આ રીતે 8 હજારનો મોબાઇલ મેળવો માત્ર 5350માં: જાણો શું છે ટ્રીક

ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમીએ ભારતીય બજારમાં પોતાનો વધારે એક મીડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે

Redmi 5: આ રીતે 8 હજારનો મોબાઇલ મેળવો માત્ર 5350માં: જાણો શું છે ટ્રીક

નવી દિલ્હી : ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શ્યાઓમીએ ભારત બજારમાં પોતાનો વધારે એક મીડ રેન્ડ ફોન redmi 5 (રેડમી 5) લોન્ચ કર્યો છે. અગાઉ કંપનીએ ભારતીય બજારમાં Redmi note 5 અને Redmi note 5 pro પણ લોન્ચ કર્યો હતો. કંપની તરફથી લોન્ચ કરવામાં આવેલા નવા ફોન રેડમી 5ને તમે એમેઝોન ઉપરાંત મી ડોટકોમ અને એમઆઇનાં હોમ સ્ટરો પરથી ખરીદી શકો છો. Redmi 5ની કિંમત 7999 રૂપિયાથી ચાલુ થાય છે. 
સ્પેસિફિકેશન્સ
ડ્યુ નેનો સીમ વાળા Redmi 5 મીયૂ 9 પર રન કરે છે. ફોનમાં 5.7 ઇન્ચની 720*1440 પિક્સલ રેઝોલ્યુશન વાળી એચડી ડિસપ્લે છે. રેડમી 5માં 1.8 ગીગા હર્ટઝનું ઓક્ટા કોર ક્વોલકેમ સ્નેપડ્રેગન પ્રોસેસર છે. 
રેમ અને મેમરી
Redmi 5ને કંપનીએ 2 GB, 3 GB અને 4GB રેમનાં વોરિયેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે 16GB, 32GB અને 64 GBની ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. ત્રણેય વેરિયન્ટની મેમરીને માઇક્રો એસડી કાર્ટ દ્વારા વધારવામાં આવી શકે છે. 
કનેક્ટિવિટી
કનેક્ટિવિટીની દ્રષ્ટીએ 4જી વીઓએલટીઇ, વાઇફાઇ 802.11 બીજીએન, બ્લૂતુથ વી 4.2, જીપીએસ એ-જીપીએસ અને 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યું છે. તે બ્લેક, ગોલ્ડ, લાઇટ બ્લૂ અને અને રોડ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ હશે. 
કેમેરો
રેડમી 5માં 1.25 માઇક્રોન પિક્સલની સાથે 12 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. સાથે જે તેમાં એલઇડી સેલ્ફી લાઇટ સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. શ્યાઓમી ઇન્ડિયા અનુસાર તેનો પહેલો સેલ 20 માર્ચે આયોજીત કરવામાં આવશે.
કિંમત
લોન્ચ ઓફર હેઠળ રેડમી5નું 2જીબી રેમ તથા 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળો ફોન 7999 રૂપિયામાં, 3 જીબી રેમ તથા 32 જીબી સ્ટોરેજવાળો ફોન 8,999 રૂપિયા અને 4જીબી રેમ તથા 64 જીબીનાં સ્ટોરેજ વાળો ફોન 10,999 રૂપિયામાં મળશે. નવો ફોન એમેઝોન ડોટકોમ  ઉપરાંત મી અને મી હોમ સ્ટર પર પણ મળશે. 
લોન્ચ ઓફર
લોન્ચ ઓફર હેઠળ રેડમીનાં નવા ફોન પર રિલાયન્ જીયો તરફથી 2200 રૂપિયાનાં કેશભેક અને 100 જીબી વધારાનાં ડેટા મળી શકે છે. જો તમે એમઆઇડોટકોમ દ્વારા ફોર ખરીદો છો અને એસબીઆઇનાં કાર્ડથકી ચુકવણી કરો છો તો તમને 5 ટકા કેશબેક મળશે. આ રીતે છુટછાટ મેળવીને તમે એમઆઇ-5નું બેઝ મોડલ માત્ર 5350માં મેળવી શકો છો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news