આઠ જ માસની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક કરુણ કિસ્સો બન્યો છે. જેમાં માત્ર આઠ જ માસની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત થયું છે. પલંગ પર ઊંઘી રહેલી બાળકી ઊંઘમાં અને ઊંઘમાં જ નીચે પડી ગઈ હતી. તે જ્યાં નીચે પડી ત્યાં પાણીની ભરેલી ડોલ હતી અને તે ડુબી જતા મોતને ભેટી હતી.