અમદાવાદ BRTS અકસ્માતના Exclusive CCTV, જુઓ કોનો છે વાંક
અમદાવાદ (Ahmedabad) માં આજે સર્જાયેલા બીઆરટીએસ અકસ્માત (BRTS Accident) ના એક્સક્લુઝીવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી (CCTV) ની જે તસવીર સામે આવે છે, તેમાં હાલ પૂરતુ લાગે છે કે, બાઈકચાલક બસની સાઈડથી ઘૂસ્યો છે અને બસના પૈડા નીચે કચડાયો છે. હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ થઈ રહી છે કે, ખરેખર તેઓ ટ્રાફિક સિગ્નલ (traffic signal) નો ભંગ કરીને ઉતાવળે આગળ ગયો છે કે બસ ઓવરસ્પીડ હતી. તો બીજી તરફ બીઆરટીએસના સંચાલકોનું કહેવુ છે કે, બીઆરટીએસ કોરિડોરમાં વધુ સ્પીડથી બસ હંકારવી શક્ય જ નથી.