અમદાવાદ: કોરોનાના મામલે રાહતના સમાચાર
ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારા વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં નોંધાયેલા 3 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક મહિલા અને બે પુરૂષોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમદાવાદમાં અને સુરતમાં શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા.