સુરત પોલીસ થઈ સક્રિય, થર્ટી ફર્સ્ટના રંગમાં પાડ્યો ભંગ, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા

રાજ્યભરમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવનાર છે. પરંતુ આ દરમિયાન ગુજરાત પોલીસ સક્રિય થઈ ગઈ છે. સુરત પોલીસે 200થી વધુ દારૂ પીધેલાને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

સુરત પોલીસ થઈ સક્રિય, થર્ટી ફર્સ્ટના રંગમાં પાડ્યો ભંગ, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા

પ્રસાંત ઢીવરે, સુરતઃ સુરત શહેરમાં ઝોન -4 પોલીસની થર્ટી ફર્સ્ટને લઈ મોટી કાર્યવાહિ કરી છે. ડીસીપી ઝોન - 4 પોલીસે 200થી વધુ દારૂ પીધેલા ઈસમોને પકડી પાડ્યા છે. અલથાણ, પાંડેસરા, ખટોદરા,વેસુ,ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 200 થી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ નો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવતા હોય છે પરંતુ આ થર્ટી ફર્સ્ટમાં અમુક દારૂડિયાઓ છાકટા બનીને ફરતા હોય છે. ત્યારે શહેર ઝોન -4 પોલીસે વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી દારૂડીયાઓને ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. ઝોન -4 પોલીસની હદમાં આવતા અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા પોલીસ મથકની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં પોલીસે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા એક નહિ પરંતુ 200થી વધુ ઈસમોને પકડી પાડયા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) December 31, 2024

ગતરોજ સાંજના સમયથી 31 ડિસેમ્બરની સવાર સુધી ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડીયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી. આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news