જુઓ સાબરમતી રિવરફ્રન્ટ પર કેમ ગોઠવાશે ચુસ્ત પોલીસ વ્યવસ્થા

અમદાવાદના 22 કિલોમીટરમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે.જો કે હવે અહીં હરવા ફરવા આવતા લોકોએ અસામાજિક તત્વોથી ડરવાની જરૂર નથી. સમગ્ર રિવરફ્રન્ટ પર 360 ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે.કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે. તેમજ સેગવે અને બગી સહિત બે હાઇસ્પિડ બોટ પર પોલીસે પેટ્રોલીંગ કરશે અને જ્યાં કોઇ અનિચ્છનીય બનાવ બનશે ત્યા તત્કાળ પહોંચી જશે. રિવરફ્રન્ટ હાલ યુગલો માટે એક ફેવરીટ સ્થળ બની ગયુ છે, ત્યારે અસમાજિક તત્વોના ત્રાસ સામે હરવા-ફરવા આવતા યુગલોને રક્ષણ મળી શકે તે માટે પોલીસ હરકતમાં આવી છે, અને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

Trending news