AMCનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, જાણો કેટલા કરોડનું છે આ બજેટ
નવા નાણાકીય વર્ષ 2020નું અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ (Budget 2020) રજૂ કરવામાં આવ્યું છે. 8,900 કરોડ રૂપિયાના બજેટમાં અમદાવાદ શહેરને ખાડા મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. AMCએ વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રૂપિયા 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. ગત વર્ષના ડ્રાફ્ટ બજેટ કરતા 1391 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. જોકે, ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોના માથે રૂ. 244 કરોડનો કરવેરાનો વધારો ઝીંકાયો છે. . તો સાથે જ ડ્રાફ્ટ બજેટમાં વિવાદાસ્પદ પિરાણાની ડમ્પિંગ સાઈટ હટાવાશે અને ગ્રીન અમદાવાદ પર ભાર મૂકાશે તેવું જણાવાયું છે.