અયોધ્યા કેસઃ દલીલો પૂર્ણ, 17 નવેમ્બર પહેલાં આવશે ચૂકાદો
સુપ્રીમ કોર્ટ(supreme court)માં અયોધ્યા કેસ(ayodhya case)ની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે.