બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવાની ઘટના
બનાસકાંઠાના લાખણીના કુડા ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તે હત્યામાં ઘરના જ મોભીનો હાથ હોવાની માહિતી સામે આવી રહી છે. વ્યાજે પૈસા લાવીને પાછા ભરી ન શકાતા હોવાની વાત સામે આવી રહી છે. પરિવારના પાંચ સભ્ય પર થયેલા હુમલામાં ચારનાં મોત થયાં અને એકની હાલત ગંભીર છે.રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા. પિતાએ પણ ચાર સભ્યોની હત્યા કર્યા પછી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.